ગુજરાત

gujarat

ETV Bharat / city

ભૂમાફિયા હંસકમલની હત્યાના કેસમાં 20 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો - Latest crime news

વર્ષ 2000માં ઘોડ દોડ રોડ ખાતે લેન્ડ ગ્રેબર હંસકમલ ગ્રોવરની ગોળીઓ મારી હત્યાના કેસમાં 20 વર્ષથી પોલીસ પકડથી દૂર રહેલ 64 વર્ષીય આરોપીને પોલીસે મુંબઈથી ઝડપી પાડ્યો છે. તેણે તે સમયે હત્યાના આરોપીઓને મુંબઇ આશરો આપ્યો હતો.

લેન્ડ ગ્રેબર હંસકમલની હત્યાના કેસમાં 20 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો
લેન્ડ ગ્રેબર હંસકમલની હત્યાના કેસમાં 20 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

By

Published : Feb 8, 2021, 1:27 PM IST

Updated : Feb 8, 2021, 4:14 PM IST

  • હત્યાના કેસમાં 20 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો
  • આરોપીએ 20 વર્ષ પૂર્વે કરી હતી હત્યા
  • ભૂમાફિયા હંસકમલની 20 વર્ષ પહેલાં થઈ હતી હત્યા

સુરતઃશહેરના ઘોડ દોડ રોડ પર આવેલા કીર્તિ અપાર્ટમેન્ટ પાસે 8 ઓગસ્ટ, 2000ના રોજ જમીન માફિયા હંસકમલ ગ્રોવરની ગોળી ધરબી હત્યા કરવામાં આવી હતી. આ હત્યાકાંડ જે તે સમયે ખૂબ જ ચર્ચા જગાવી હતી કારણ કે જે સમયે સુરતમાં અન્ડરવર્લ્ડનો ભારે પગ પેસારો હતો, દાઉદ અને છોટા રાજનની ગેંગ તે સમયે શહેરમાં એક્ટિવ હતી અને શહેરના પોશ વિસ્તારમાં આવેલી જમીનો ઉપર તેમની નજર હતી.

મુંબઈના આર્થર રોડ પરથી 20 વર્ષ બાદ આરોપીને પોલીસે ઝડપી પાડ્યો

હંસકમલ ગ્રોવરની હત્યા પણ જમીનના ડખ્ખામાં જ થઈ હતી. જે તે સમયે પોલીસે નિલેશ મધુર સહિત જીતેન્દ્ર ચાખો અને કનુ બોરીચાની ધરપકડ કરી હતી. આ હત્યાકેસમાં નાસતો-ફરતો દિનેશને મુંબઈના આર્થર રોડ પરથી 20 વર્ષ બાદ પોલીસે ઝડપી પાડ્યો હતો. તેણે તે સમયે દિનેશ બેંકમાં નોકરી કરતો હતો અને હત્યાના આરોપીઓને તેણે મુંબઈમાં પોતાના ઘરે આશરો આપ્યો હતો. તેની સામે કોર્ટે 70 મુજબનો ધરપકડ વોરંટ કાઢયું હતું.

Last Updated : Feb 8, 2021, 4:14 PM IST

ABOUT THE AUTHOR

...view details