- સુરતમાં 4 કિલો ચરસ સાથે 3ની ધરપકડ
- હિમાચલના કસોલથી લાવવામાં આવ્યુ હતું ચરસ
- પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી
સુરત: ભૂતકાળમાં યુવાધનને નશાના રવાડે ચડાવતા ગાંજો, ચરસ અને દારુ સાથે અનેક લોકો ઝડપાયા છે. શહેરમાં વધુ એક વખત ચરસનો જત્થો ઝડપાયો છે. યુવાધનને નશાના રવાડે ચડતા બચવવા સુરત પોલીસ સતત મહેનત કરી રહી છે. સુરતમાં SOGપોલીસે બાતમીના આધારે ચરસ લઈને સુરત આવી રહેલા ત્રણ લોકોને ઝડપી પાડ્યા છે. SOG પોલીસે બાતમીના આધારે અબ્રામા ચેકપોસ્ટ ખાતે બાતમીના આધારે વોચ ગોઠવી હતી. જેમાં કારમાં સવાર મહિલા સહીત 3 લોકોને ઝડપી પાડ્યા છે. પોલીસે કારમાં તપાસ કરતા તેમાંથી 23.42 લાખની કિમતનું 4 કિલો અને 684 ગ્રામ ચરસ મળી આવ્યું હતું. જેથી પોલીસે આરોપીઓની ધરપકડ કરી આ મામલે પૂછપરછ શરુ કરી હતી.
ઝડપાયેલા આરોપીઓ ભણેલા અને મહિલા ફેશન ડીઝાઇનર
ઝડપાયેલા આરોપીઓમાં મોટા વરાછા સ્થિત વી.આઈ.પી.સર્કલ પાસે રહેતા અતુલ સુરેશભાઈ પાટીલ છે તે ડ્રાઈવર હતો. ઝડપાયેલા ત્રણ આરોપી પૈકી મુખ્ય આરોપી જેનીશ ખેની BBA સુધીનો અભ્યાસ કર્યો છે. મીની બજાર મેઇન રોડ જેડી રેસ્ટોરન્ટની બાજુના કોમ્પ્લેક્સમાં પોતાની શેર માર્કેટની ઓફિસ ધરાવે છે. જયારે નિકિતા દલસુખભાઈ ચોડવડીયા જે સિવાન હાઇટ્સ મોટા વરાછા ખાતે રહે છે. જે પોતે ફેશન ડિઝાઈનર છે.
આ પણ વાંચો : શામળાજી પોલીસે ટેમ્પો ચાલક પાસેથી રૂપિયા 35.86 લાખનો ચરસનો જથ્થો કબ્જે કર્યો