- સુરતના પશુપાલકો માટે આનંદના સમાચાર
- સુમુલ ડેરી પશુઓ માટે શરૂ કરશે એમ્યુલન્સ
- ઘરે આવીને પશુઓની કરશે સારવાર
સુરત:દક્ષિણ ગુજરાતના પશુપાલકો માટે સારા સમાચાર છે હવે તેમના પશુધનના સારવાર માટે દૂર જવું નહીં પડે. હવે માત્ર એક ફોનથી પશુ ચિકિત્સકો તેમના ઘરે આવીને પશુઓની સારવાર કરશે. સુમુલ ડેરી દ્વારા નિર્ણય કરાયો છે કે જે રીતે 108 જેવી સેવા માણસો માટે ખૂબ જ લાભકારી છે તેવી જ સુવિધા તેમના ડેરીના પશુપાલકોના પશુઓ માટે શરૂ કરશે જેથી યોગ્ય સમયે તેમની સારવાર કરી શકાય.
વધુ વાંચો:પશુપાલકોને રાહત: દૂધસાગર ડેરી પશુ ખરીદવા માટે ઓછા વ્યાજની લોન આપશે
ઘરે આવીને પશુઓની કરશે સારવાર સુમુલ ડેરીના ડિરેક્ટરે જણાવ્યું હતું કે
સુમુલ ડેરીના ડિરેક્ટર જયેશ ડેલાડે આ અંગે જણાવ્યું હતું કે ટૂંક સમયમાં સુમુલ ડેરી દ્વારા 108 એમ્બ્યુલન્સ જેવી સુવિધા શરૂ કરાશે. જેથી પશુપાલન સાથે સંકળાયેલા લોકોના પશુઓની ઝડપથી અને યોગ્ય સારવાર મળશે. તેઓએ વધુમાં ઉલ્લેખ કર્યો હતો કે આ સેવાનો લાભ લેવા માટે પશુપાલક ટોલ ફ્રી નંબર પર ફરિયાદ કરી શકાશે. ફરિયાદ નોંધાયાના એક કલાકમાં પશુચિકિત્સક પશુપાલકના ઘરે પહોંચશે. આથી પશુપાલકોને પોતાના પશુધનની સારવાર કરવા માટે દૂર સુધી જવાની જરૂર પડશે નહીં.
વધુ વાંચો:બનાસ ડેરીનો નવતર પ્રયોગ, પશુઓની સારવાર માટે મોબાઈલ એપ શરૂ કરી