ગુજરાત

gujarat

ETV Bharat / city

સુમુલ ડેરી પશુપાલકોને ઝીરો ટકા વ્યાજ 100 કરોડ રૂપિયાનો ધિરાણ આપશે - પશુપાલકોને લઈને એક મહત્વના સમાચાર

સુમુલ ડેરી દ્વારા પશુપાલકોને લઈને એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, ત્યારે અમૂલ ડેરીની વાર્ષિક સભામાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે, 100 કરોડ રૂપિયા ઝીરો ટકા વ્યાજે પશુપાલકોને ધિરાણ માટે આપવામાં આવશે.

સુમુલ ડેરી પશુપાલકોને ઝીરો ટકા વ્યાજ 100 કરોડ રૂપિયાનો ધિરાણ આપશે
સુમુલ ડેરી પશુપાલકોને ઝીરો ટકા વ્યાજ 100 કરોડ રૂપિયાનો ધિરાણ આપશે

By

Published : Aug 25, 2021, 6:54 PM IST

Updated : Aug 10, 2022, 5:17 PM IST

  • સુમુલ ડેરી દ્વારા પશુપાલકો માટે ખુશીના સમાચાર આપવામાં આવ્યા
  • પશુપાલકોને ઝીરો ટકા વ્યાજે ધિરાણ આપવામાં આવશે
  • સુમુલ ડેરીનો 70મી વાર્ષિક સભા મળી

સુમુલ : ડેરી દ્વારા પશુપાલકો માટે ખુશીના સમાચાર આપવામાં આવ્યા છે, અમૂલ ડેરીની વાર્ષિક સભામાં નિર્ણય લેવાયો છે કે, સુમુલ ડેરી દ્વારા 100 કરોડ રૂપિયા ઝીરો ટકા વ્યાજે પશુપાલકોને ધિરાણ માટે આપવામાં આવશે.

100 કરોડ રૂપિયા 'ઝીરો' ટકા ધિરાણ

પશુપાલકો માટે જીવાદોરી સમાન દક્ષિણ ગુજરાતની સુમુલ ડેરી દ્વારા આજે બુધવારે એક મહત્વનો નિર્ણય લેવાયો હતો. સુરત ડિસ્ટ્રિક્ટ બેંક સાથે સુમુલ ડેરી 100 કરોડ રૂપિયા ઝીરો ટકા ધિરાણ સાથે પશુપાલકોને આપશે, જેથી તેઓ પશુના ઉછેર અને તેમની કાળજી લઈ શકે, આજે બુધવારે સુમુલ ડેરીની 70મી વાર્ષિક સભા મળી હતી, જેમાં તમામ એજન્ડાઓને મંજુરી આપવામાં આવી હતી. આ તકે અમૂલ ડેરીના ચેરમેન માનસિંગ પટેલ દ્વારા મહત્વની જાહેરાત કરાઇ હતી કે, આવનાર વર્ષમાં પશુપાલકોની સ્થિતિ વધુ સારી થાય આ હેતુથી તેમને ઝીરો ટકા વ્યાજે ધિરાણ આપવામાં આવશે.

પશુપાલકોને 2650 કરોડ રૂપિયાની આવક

સુમુલ ડેરીના ડિરેક્ટર જયેશ પટેલે જણાવ્યું હતું કે, આજે બુધવારે સુમુલ ડેરીની 70મી વાર્ષિક સભા વર્ચ્યુઅલ મળી હતી. માનસિંગ પટેલના નેતૃત્વમાં એજન્ડાના તમામ કામો મંજૂર કરવામાં આવ્યા હતા. સમૂહે 2020 21 ના વર્ષમાં 4139 કરોડનું ટન ઓવર કરીને પશુપાલકોને લગભગ 2650 કરોડ રૂપિયાની આવક આપવામાં આવી અને 60 કરોડ રૂપિયાથી પણ વધારે દૂધ સંપાદન થયું છે.

તમામ કામો આજે એજન્ડામાં મંજૂર

આગામી વર્ષમાં સુરત ડિસ્ટ્રિક્ટ બેંક અને સુમુલ પશુપાલકોને ઝીરો ટકા વ્યાજે પશુ ઉછેર અને પશુઓ માટે 100 કરોડથી પણ વધુ ધિરાણની યોજના બહાર પાડી છે, આગામી દિવસોમાં જે સ્થિતિ બનતી જશે તેમ સુરત શહેરને સારી કક્ષાનું અને તંદુરસ્ત દૂધ મળી રહે તે દિશામાં અમે કટિબદ્ધ બનીને તમામ કામો આજે એજન્ડામાં મંજૂર કર્યા છે.

Last Updated : Aug 10, 2022, 5:17 PM IST

ABOUT THE AUTHOR

...view details