- સુમુલ ડેરી દ્વારા કરાઈ જાહેરાત
- પશુપાલકોને 227 કરોડ બોનસ ચૂકવાશે
- પ્રતિ કિલો ફેટ 86 રૂપિયા બોનસ અપાશે
સુરત: સુમુલ ડેરી પશુપાલકો માટે ખુશ ખબર લાવી છે. સુમુલ ડેરીના ચેરમેન માનસિંગ પટેલે પશુપાલકો માટે બોનસ જાહેર કર્યું છે. પશુપાલકોને કિલો ફેટ દીઠ 86 રૂપિયા બોનસ આપવામાં આવશે. આ રીતે કુલ 227 કરોડ રૂપિયા બોનસ સુમુલના પશુપાલકોને ચૂકવાશે. આગામી 4 જૂનના રોજ મંડળીના બેન્ક ખાતામાં બોનસ જમા થશે.