- સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા યોજવામાં આવી પ્રેસ કોન્ફરન્સ
- સુમુલ ડેરી દ્વારા દૂધના ભાવ વધારાને લઈ કર્યુ સંબોધન
- સુરત શહેર અને જિલ્લામાં દુધના અલગ-અલગ ભાવ અંગે આપી પ્રતિક્રિયા
સુરત: જિલ્લા કોંગ્રેસ સમિતિ surat congress comitee) દ્વારા 24 જૂન બુધવારે દક્ષિણ ગુજરાતમાં સતત દૂધના ભાવમાં વધારાને લઇને અને કયા દૂધમાં કેટલો વધારો અને દૂધનો ભાવ શહેરમાં અને ગામડાઓમાં અલગ છે. આ સમગ્ર વેચાણ કરતાં દૂધની માહિતી અને સુમુલ ડેરી (Sumul Dairy) દ્વારા જે સતત દૂધના ભાવમાં વધારો કરી રહી છે. જે કોના ઇશારે વધારો કરી રહી છે તે સમગ્ર વિગત જણાવવા માટે સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
દૂધના ભાવમાં સતત વધારો
સુરત સુમુલ ડેરી (Sumul Dairy) ભારતમાં સૌથી વધુ દૂધ વેચાણ કરી રહી છે. ત્યારે ફરી પાછુ સુમુલ ડેરી દ્વારા છેલ્લા છ મહિનામાં 2 થી 4 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. સતત ભાવ વધારાને કારણે સુમુલ ડેરી દ્વારા દૂધમાં ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે. સુરત જિલ્લાના ગામડા અને શહેરમાં દૂધની કિંમત અલગ અલગ છે. સુરત શહેરમાં અમુલ ગોલ્ડ દૂધની એક લિટરની કિંમત 58 છે, તો આ અમુલ ગોલ્ડ દૂધની એક લીટરની કિંમત જિલ્લામાં 52 રૂપિયા છે. જેને કારણે સુરત શહેર અને સુરત જિલ્લાના અન્ય શહેર ગામડાઓમાં ભાવ વધારાને લઇને મહિને 9.76 કરોડ અને વર્ષે 117.12 કરોડ બોજો લોકો ઉપર પડશે.
કોંગ્રેસ સમિતિના નાઇસેદ દેસાઈ દ્વારા સી.આર. પાટિલ પર નિશાન
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં તાપી જિલ્લામાં જે દૂધ વધારો થયો છે. જેને કારણે પશુપાલન આદિવાસી ભાઈઓને ખૂબ જ તકલીફ વેઠવી પડી રહી છે. ગુજરાતના ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ (C.R.PATIL)ના નેતૃત્વ હેઠળ સુમુલ ડેરીએ સતત ભાવ વધારો કર્યો છે. આ ભાવ વધારાને કારણે સુરત શહેરની જનતા અને દક્ષિણ ગુજરાતના પશુપાલનના ભાઈઓને જે રકમ ભરવી જોઇએ તે રકમ મળતી નથી. સતત ભાવ વધારાને કારણે તેઓને પણ જે રકમ આપવામાં આવે છે. રકમમાં પણ ઊંચી જ કરવામાં આવી રહ્યા છે.