સુરતશહેરના વેસુ વિસ્તારમાં આવેલ હેપ્પી ગ્લોરીયસના બીજા માળે રહેતા 28 વર્ષીય નિતીન મહેન્દ્રભાઈ જૈન જેઓ કાપડના વેપાર સાથે જોડાયેલા છે. તેમને રીંગરોડ ખાતે આવેલ ઇન્ડિયન માર્કેટમાં કાપડની દુકાન છે. પરંતુ શુક્રવારે કોઈ કારણસર તેમના નિવાસસ્થાન દસમાં માળે રહેતો કોઈ એક સંબંધીને મળવા ગયો હતો. ત્યાંથી તેમણે કોઈક કારણોસર દસમાં માળેથી મોતની છલાંગ લગાવી આત્મહત્યા કરી લીધી ( Suicide of businessman in Surat ) હતી.
ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવીપરિવાર દ્વારા નીતિને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે નીતિને મૃત જાહેર કરતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ચૂક્યો હતો. ઘટનાની જાણ થતા ઉમરા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે ( Umra police started investigation ) પહોંચી પોસ્ટમોર્ટમ સહિતની કાયદેસરની કાર્યવાહી (Surat Crime News ) હાથ ધરી હતી.
પરિવારે ઉમરા પોલીસ સ્ટેશનમાં નીતિનની ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ નીતિન મહેન્દ્રભાઈ જે રીંગ રોડ ઉપર આવેલ ટેક્સટાઇલ માર્કેટના ઇન્ડિયન માર્કેટમાં કાપડની દુકાન ચલાવતા હતાં. છ મહિના પહેલા તેના લગ્ન થયા હતાં. થોડા દિવસ પહેલા ગણેશ ઉત્સવ દરમિયાન તેઓ ઘરમાં કોઈને કહ્યા વગર નીકળી ગયો હતો. જોકે બે દિવસ બાદ પણ કોઈ પત્તો ન લાગતા પરિવારે ઉમરા પોલીસ સ્ટેશનમાં નીતિનની ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી.
ઉમરા પોલીસે શરુ કરી તપાસપોલીસેવધુમાં જણાવ્યું કે પોલીસ સ્ટેશનમાં ગુમ થવાની ફરિયાદના બે દિવસ પછી નિતીન ફરીથી પોતાના ઘરે આવી ગયો હતો. જેને લઇ પોલીસે તેના નિવેદન પણ લીધા હતા. હાલ નવરાત્રિનો ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે નીતિન હેપ્પી ગ્લોરીયસમાં પોતાના મિત્રો જોડે ગરબે પણ ઝૂમ્યો હતો. પરંતુ કયા કારણસર( Suicide of businessman in Surat ) તેને આત્મહત્યાકરી તે હજુ જાણી શકાયું નથી. તેની હાલ તપાસ ચાલી રહી છે.