સુરતમાં વીર નર્મદ યુનિવર્સિટીના પ્રોફેસરનો આપઘાત
- મૃતક ટીચિંગ આસિસ્ટન્ટ તરીકે કામ કરી રહ્યા હતા
- મૃતક પ્રોફેસરના થોડા સમય પહેલા જ લગ્ન થયા હતા
સુરતમાં વીર નર્મદ યુનિવર્સિટીના પ્રોફેસરનો આપઘાત
સુરતઃ સુરતના વેસુ રોડ પર આવેલી વીર નર્મદ યુનિવર્સિટીમાં કેમિસ્ટ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર પૂર્ણચંદ્ર રાવે પોતાના જ ક્વાટર્સમાં આપઘાત કરી લીધો હતો. તેઓ ટીચિંગ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા હતા. આજે તેઓએ કવાર્ટસમાં જ આપઘાત કરી લીધો હતો. આ બનાવની જાણ પોલીસને કરવામાં આવી હોવાથી પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. મૃતક પ્રોફેસરના થોડા સમય પહેલા જ લગ્ન થયા હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે મૃતકના પરિવારને જાણ કરવામાં આવી હતી. તેમ જ તેઓએ આ પગલું કેમ ભર્યું અને કોઈ સુસાઇડ નોટ લખી છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. હાલ તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.