ગુજરાત

gujarat

ETV Bharat / city

Suicide in surat: બંધ રૂમમાંથી મળી આવી પુરુષ અને મહિલાની લાશ, આધારકાર્ડથી થઈ ઓળખ - સુરત પાંડેસરા પોલીસ

સુરતના પાંડેસરા વિસ્તાર (surat pandesara dead body)માં આવેલી જય અંબેનગર વસાહતમાં મકાનમાંથી આવતી ભયંકર દુર્ગંધ બાદ પાડોશીઓએ પોલીસ (surat pandesara police)ને જાણ કરાત મકાનમાંથી સ્ત્રી અને પુરુષનો મૃતદેહ (dead bodies of a man and a woman found in surat) મળી આવ્યો છે. આધારકાર્ડના આધારે બંનેની ઓળખ થઈ છે. પોલીસે હત્યા છે કે આત્મહત્યા (Suicide in surat) તે અંગે તપાસ હાથ ધરી છે.

Suicide in surat: બંધ રૂમમાંળી મળી આવી પુરુષ અને મહિલાની લાશ, આધારકાર્ડથી થઈ ઓળખ
Suicide in surat: બંધ રૂમમાંળી મળી આવી પુરુષ અને મહિલાની લાશ, આધારકાર્ડથી થઈ ઓળખ

By

Published : Nov 29, 2021, 4:52 PM IST

Updated : Nov 29, 2021, 5:42 PM IST

  • રૂમમાંથી મળેલા આધારકાર્ડના આધારે મહિલા અને પુરુષની ઓળખ
  • મહિલાનો મૃતદેહ નીચે પડેલો અને પુરુષનો મૃતદેહ લટકતો મળ્યો
  • હત્યા છે કે આત્મહત્યા તે અંગેની તપાસ પોલીસે હાથ ધરી

સુરત: પાંડેસરા વિસ્તારમાં રહેતા બિહારી મહિલા અને પુરુષના મૃતદેહ (surat pandesara dead body) કોહવાયેલી અને દુર્ગંધ મારતી હાલતમાં બંધ રૂમની અંદરથી મળી આવ્યા છે. પાડોશીઓએ આ મામલે પોલીસને જાણ કરતાં સમગ્ર રહસ્યમયી ઘટના બહાર આવી છે. રૂમમાંથી આધાર કાર્ડના આધારે બિહારી દંપતીની ઓળખ થઇ છે. કયા કારણોસર આત્મહત્યા (suicide in surat pandesra) થઈ છે અને આત્મહત્યા (Suicide in surat) છે કે હત્યા તેને લઇને પાંડેસરા પોલીસે (surat pandesara police) તપાસ આદરી છે.

ભયંકર દુર્ગંધના આવતી હોવાના કારણે પાડોશીઓએ પોલીસને જાણ કરી

પાંડેસરાખાતેની જય અંબેનગર વસાહતમાં આવેલા મકાનમાંથી ભયંકર દુર્ગંધ આવી રહી હતી, જે અંગે પાડોશીઓએ પાંડેસરા પોલીસને જાણ કરી હતી. જેના પગલે ઘટનાસ્થળે પહોંચી પોલીસે તપાસ હાથ ધરી હતી. મકાનનો દરવાજો અંદરથી બંધ હતો. જેના કારણે કંઈક અજુગતી ઘટના બની હોવાની શંકાના આધારે પોલીસે દરવાજો તોડીને પ્રવેશ કર્યો હતો.

બંધ રૂમમાંળી મળી આવી પુરુષ અને મહિલાની લાશ

આધારકાર્ડ મળી આવતા બંને મૃતકોની ઓળખ થઈ

પોલીસે જ્યારે રૂમમાં પ્રવેશ કર્યો, ત્યારે જોયું કે મહિલાનો મૃતદેહ (dead bodies of a man and a woman found in surat) પડેલો હતો, જ્યારે પુરુષ પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી હતો. રહસ્યમય બનાવ અંગે પોલીસે સ્થાનિક પાડોશીઓને મૃતક દંપતી વિશે પૂછપરછ કરતા તેઓ તેમના વિશે અજાણ હોવાનું જણાવ્યું હતું. રૂમમાં તપાસ કરતા મળેલા આધાર કાર્ડના આધારે પોલીસે મૃતકોની ઓળખ (identification of the deceased surat) 28 વર્ષીય રણજીત સુરેન્દ્ર અને સુશીલા રણજીત કુમાર તરીકે કરી છે. બંને મૂળ બિહારના મોતીસર જિલ્લાના છે.

આપઘાત કે હત્યા તેને લઇને તર્ક-વિતર્ક

દંપતીએ આપઘાત કર્યો છે કે પછી તેમની હત્યા કરવામાં આવી છે તે અંગે અનેક તર્ક વિતર્કો ફેલાયા છે. પાંડેસરા પોલીસ મથક (surat pandesara police station)ના પોલીસ ઇન્સ્પેક્ટર ચૌધરીએ જણાવ્યું હતું કે, રૂમનો દરવાજો અંદરથી બંધ હતો. રણજીતભાઈ ગળે ફાંસો ખાધેલો છે. મહિલા સુશીલાના શરીર પર ઇજાના નિશાન મળી આવ્યા નથી. બન્ને મૃતદેહો ડીકમ્પોઝ છે. પોસ્ટમોર્ટમ કર્યા પછી મૃત્યુ કયા કારણોસર થયું તે અંગે જાણી શકાશે. રૂમમાંથી મળી આવેલા મોબાઇલ નંબરના આધારે મૃતકોના સંબંધીઓની તપાસ હાથ ધરવામાં આવી છે.

2 મહિનાથી અહીં રહેતા હતા, કોઇપણ સાથે સંપર્ક નહોતો

પાડોશી ચિન્ટુ પાંડેએ જણાવ્યું હતું કે, છેલ્લા 2 દિવસથી ગંધ આવતી હતી. આ અંગે અમે પોલીસને જાણકારી આપી છે. છેલ્લા 2 મહિનાથી આ લોકો અહીં રહેતા હતા, પરંતુ સોસાયટી કે અન્ય લોકોથી કોઇપણ સંપર્ક નહોતો.

આ પણ વાંચો: Gold Fraud Case : અઢી કરોડના સોનાના ફ્રોડ કેસમાં મેંદરડા પોલીસને મળી મોટી સફળતા

આ પણ વાંચો: Surat diamond bourse: છઠ્ઠા માળેથી રોપ-વેનો ઝૂલો તૂટતાં 3 મજૂરો પટકાયા, એકનું મોત

Last Updated : Nov 29, 2021, 5:42 PM IST

ABOUT THE AUTHOR

...view details