ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં અચાનક જ હવામાં પોલ્યુશનના સ્તરમાં વધારો

સુરત શહેરમાં ગઈકાલ સાંજથી વહેલી સવાર સુધી ફોડવામાં આવેલા ફટાકડાને લીધે વાતાવરણમાં પોલ્યુશન (Air pollution)ના સ્તરમાં વધારો થયો છે. જેથી હવાના ઓક્સિજનમાં મિશ્રણ સાથે શ્વાશ લેતા શરીરમાં તકલીફ થઇ શકે છે.

સુરતમાં અચાનક જ હવામાં પોલ્યુશનના સ્તરમાં વધારો
સુરતમાં અચાનક જ હવામાં પોલ્યુશનના સ્તરમાં વધારો

By

Published : Nov 5, 2021, 7:26 PM IST

  • ફટાકડાને લીધે વાતાવરણમાં પોલ્યુશનના સ્તરમાં વધારો
  • આખી રાત ફટાકડા ફોડવાને કારણ આગની ઘટના
  • નિયમો બનાવ્યા તેમ છતાં પોલ્યુશનમાં વધારો

સુરત:કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે દિવાળીમાં ફટાકડા ફોડવા માટે નિયમો બનાવવામાં આવે છે. પણ એ નિયમનો આજ દિન સુધી કોઈપણ પાલન થયું નથી. આ વર્ષે પણ રાજ્ય સરકાર દ્વારા દિવાળીના તહેવારમાં રાત્રે 8થી 10 વાગ્યા સુધી ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ આ નિયમ તો માત્ર કાગળ ઉપર જ હોય છે. એટલે કોઈ નવી વાત નથી. કારણ કે આ નિયમ દર વર્ષે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે પરંતુ તેનું પાલન થતું જ નથી.

વાતાવરણમાં પોલ્યુશનમાં વધારો

રાતથી લઇને વહેલી સવાર સુધી લોકો ફટાકડા ફોડતા રહે છે જેને કારણે વાતાવરણમાં પોલ્યુશન (Air pollution)માં વધારો થતો જોવા મળે છે. દેશના અનેક રાજ્યો તથા શહેરોમાં આ રીતની સ્થિતિ જોવા મળે છે. જેથી વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ પણ ઘટી જાય છે. જેને કારણે શ્વાસ લેવામાં તકલીફ થતી હોય છે. લોકો પણ દિવાળીના રંગમાં રંગાઈ આખી રાત ફટાકડાઓ ફોડતા રહે છે. જેને કારણે વાતાવરણમાં પોલ્યુશનનું પ્રમાણ વધી જાય છે. સુરત શહેરમાં દરવર્ષેની જેમ આ વર્ષે પણ વાતાવરણમાં અચાનક જ પોલ્યુશનમાં વધારો થયો છે.

સુરતમાં અચાનક જ હવામાં પોલ્યુશનના સ્તરમાં વધારો

આખી રાત ફટાકડા ફોડવાને કારણ આગની ઘટના

સુરત શહેરમાં ગઈકાલ સાંજથી લઈ વહેલી સવાર સુધી ફટાકડાઓ ફોડવાને કારણે શહેરના વાતવરણમાં પોલ્યુશનમાં વધારો થયો છે. તો ફટાકડાને કારણે શહેરમાં ઘણી બધી જગ્યાઓ ઉપર આગની ઘટના સામે આવી હતી. કેટલી જગ્યાઓ ઉપર આગ લાગવાથી કેટલાક શ્રમજીવીઓના ઝુંપડાઓ બળીને ખાખ થઇ ગયા હતા.એક દિવસ પેહલા શહેરના સોશિયો સર્કલ ઉપર મોડી રાતે એક શ્રમજીવી સુતા હતા અને તેમનું બાળક ઘોડિયા નીચે સૂતું હતું દરમિયાન રોકેટ જેવા પ્રકારના ફટાકડાથી અચાનક બાળકના પગના જાંઘ તથા પગ દાઝી ગયા હતા.

આ પણ વાંચો:રાજ્યમાં સૌથી પ્રદૂષિત હવા ધરાવતાં શહેરમાં વાપીની નંબર 1

શહેરના વાતાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ

આ બાબતે સુરત GPCBના અધિકારી પરાગ દવેએ જણાવ્યુ કે હાલતો હું કેટલા ટકા વધારો થયો એ કહી શકું નહિ, પરંતુ ગયા વર્ષે કોરોનાના ડરના કારણે શહેરમાં ફટાકડાના સ્ટોલ પણ ખુબ જ ઓછા હતા. અને લોકોએ પણ ખુબ જ ઓછા ફટાકડા ફોડ્યા હતા. જેથી શહેરના વાતાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ થોડું ઓછું હતું, પરંતુ આ વખતે કોરોના પહેલાની જે સ્થિતિ હતી તેવી સ્થિતિ જોવા મળી હતી.

આ પણ વાંચો:દિવાળીની ખરીદીમાં વોકલ ફોર લોકલની અસર: બિહારથી સુરત આવી વેપારી વેચી રહ્યો છે દીવડા

ABOUT THE AUTHOR

...view details