સામાન્ય વર્ગ ડુંગળી ખરીદી કરી શકે તે માટે માર્કેટમાં તુર્કી નામની ડુંગળી આવી છે. જે સાઈઝમાં ઘણી મોટી છે અને હોલસેલ ભાવમાં પ્રતિ 60થી 65 રૂપિયા કિલો વેચાઈ રહી છે. પરંતુ સાઈઝમાં તુર્કી ડુંગળી મોટી હોવાના કારણે અને સ્વાદમાં પણ તીખાશ અથવા મીઠાસ ન હોવાથી લોકો આ ડુંગળી ખરીદવાનું ટાળી રહ્યા છે.
સુરત માર્કેટમાં આવી તુર્કીની ડુંગળી, ભારતીય ડુંગળી જેવો સ્વાદ ન મળતા લોકોએ મોં ફેરવ્યું - સરદાર માર્કેટ
સુરત: કમોસમી વરસાદના કારણે ડુંગળીના ભાવો હજુ પણ આસમાને છે. ગરીબોની કસ્તુરી સમાન ગણાતી ડુંગળીનું બજારમાં 140થી 150 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાણ થઈ રહ્યું છે. જે સામાન્યથી લઈ ગરીબ વર્ગ માટે ખરીદવી મુશ્કેલ બની રહ્યું છે.
સુરત માર્કેટમાં આવી તુર્કી ડુંગરી
છેલ્લા અઢી માસથી ડુંગળીના ભાવ લોકોને રડાવી રહ્યા છે અને ભાવ ઓછા થવાનું નામ નથી લાઇ રહ્યા. જેની પાછળ જવાબદાર કારણ કમોસમી વરસાદ પણ છે. નાશિકથી આવનારી તુર્કી ડુંગળીનો મોટો સ્ટોક હાલ સુરતની સરદાર માર્કેટમાં આવ્યો છે, પરંતુ સાઈઝમાં મોટી અને વજનમાં પણ ઓછી ઉતરવાના કારણે ખરીદી નહિવત પ્રમાણમાં જોવા મળી રહી છે. જેના કારણે વેપારી આલમમાં ડુંગળીના નહિવત ઉપાડને લઈ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ ઉપરાંત આગામી દિવસોમાં હવે ડુંગળીના ભાવમાં ઘટાડો થવાની આશા પણ વેપારી આલમ દ્વારા વ્યક્ત થઇ રહી છે.