- સુરતમાં બારડોલી તાલુકાના ત્રણ ગામના ખેડૂતોને 42 કરોડ ચૂકવાયા
- ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ (BJP state president c. R. Patil)ના હસ્તે ખેડૂતોને અપાયા ચેક
- મુંબઈ-વડોદરા એક્સપ્રેસ-વેમાં (Mumbai-Vadodara Express Way) આવતા ત્રણ ગામના ખેડૂતોને અપાયા ચેક
સુરતઃ જિલ્લામાંથી પસાર થતા મુંબઈ-વડોદરા એક્સપ્રેસ-વેને (Mumbai-Vadodara Express Way) લઈને બારડોલી તાલુકામાં આવેલા નૌગામા, ભૂવાસણ તથા નીણતના 3 ગામોના કુલ 28 ખેડૂતોને નક્કી કરેલા વળતરથી સંતોષ મળ્યો હતો. કારણ કે, જે વળતર આપવામાં આવતું હતું. તે વળતર જમીનની કિંમત કરતા ખૂબ જ ઓછી હોવાને કારણે ત્રણ ગામનાં લોકોએ વિરોધ દર્શાવ્યો હતો. આથી આ ખેડૂતોમાં ખૂબ જ રોજ રોષ જોવા મળ્યો હતો. જોકે, અંતે સરકારે તેમને સંતોષકારક થાય તે મુજબનું વળતર આવ્યું છે. બારડોલી તાલુકાના ત્રણે ગામો મળીને કુલ 28 ખેડૂતોને 612 હેક્ટર જમીનના 42 કરોડ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો હતો. આ ચેક સુરત કલેક્ટર આયુષ ઓક તથા ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ દ્વારા આપવામાં આવ્યો હતો.
આ પણ વાંચો-ગ્રીન એનર્જી : સુરતના પાંચ જળવિતરણ કેન્દ્રની બિલ્ડીંગની અગાસી ઉપર સોલર પેનલ લગાવવામાં આવી
ખેડૂતોએ પણ હિંસક આંદોલન કરવા કરતા યોગ્ય રીતે રજૂઆત કરી હતી
અહીં ઉપસ્થિત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, આ એક ઈતિહાસ સર્જાય તે પ્રકારની ઘટના બની છે. પહેલા જે નિયમ પ્રમાણે ખેડૂતોને ખૂબ જ ઓછું વળતર મળતું હોય એમ લાગતું હતું. તેના કારણે એમનામાં નારાજગી હતી એમને વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું, પરંતુ એમને અભિનંદન આપું છું કે, તેમણે વિરોધ કર્યો પણ કોઈ હિંસક આંદોલન નહીં પોતાની રજૂઆતો યોગ્ય દિશામાં યોગ્ય રીતે એમણે પડ્યો એ માટે પણ ખેડૂત ભાઈઓને અભિનંદન આપું છું. આ સાથે કલેક્ટર, અધિકારીઓ, મુખ્યપ્રધાનો, રેવન્યુ પ્રધાન જેતે વખતના ગણપત વસાવા, ઈશ્વર પરમાર આ બધાએ આ ખેડૂતોની રજૂઆતોને ગંભીરતાથી લઈ જે રસ લીધો અને એના કારણે જે રિવાઇસ હુકમો થયા સુરત કલેકટર નવસારી અને ભરૂચ દ્વારા પણ જે ઓડૅર કરવામાં આવ્યા. એના કારણે ખેડૂતોને સંતોષ જાનક વળતર કદાચ સંતોષથી વધારે મળ્યું છે.