- સુરતમાં કોવિડ-19ના દર્દીઓની સંખ્યામાં ઉછાળો
- ઔદ્યોગિક એકમોના કારીગરોનેવેક્સિન આપવા આરોગ્ય પ્રધાનનો અનુરોધ
- વેક્સિન આપવા માટે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ.હર્ષ વર્ધનની રજૂઆત
સુરતઃ સુરતમાં વધી રહેલા કોવિડ-19ના દર્દીઓની સંખ્યાને જોતા ઉદ્યોગકારો તેમજ વેપારીઓને પણ કોવિડ- 19ની વેક્સિન આપવા પ્રાથમિકતા આપવા માટે આરોગ્ય પ્રધાને અનુરોધ કરાયો છે. છેલ્લાં કેટલાક દિવસોથી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જે રીતે કોવિડ-19ના દર્દીઓની સંખ્યામાં ઉછાળો આવ્યો છે. તેને ધ્યાનમાં રાખીને સાવચેતીના પગલા રૂપે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ટેક્સટાઇલ અને ડાયમંડ સહિતના ઔદ્યોગિક એકમોમાં કામ કરતા કારીગરોને તાત્કાલિક ધોરણે કોવિડ-19ની વેક્સિન આપવા માટે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ.હર્ષ વર્ધનને રજૂઆત કરવામાં આવી છે.
22 લાખથી વધુ કારીગરો સંકળાયેલા છે
ચેમ્બર દ્વારા આરોગ્ય પ્રધાને કરવામાં આવેલી રજૂઆતમાં જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાતમાં ટેક્સટાઇલ, ડાયમંડ, કેમિકલ, રિયલ એસ્ટેટ, એકવાકલ્ચર જેવા ક્ષેત્રના ઔદ્યોગિક એકમોમાં આશરે 22 લાખથી વધુ કારીગરો સંકળાયેલા છે. જેમાંથી મોટા ભાગના કારીગરો ગુજરાત રાજ્યની બહારથી આવીને સુરતમાં તથા સુરત ફરતે આસપાસના વિસ્તારોમાં વસવાટ કરે છે અને ઔદ્યોગિક એકમોમાં કામ કરે છે. સુરતમાં છેલ્લાં કેટલાક દિવસથી કોવિડ-19ના દર્દીઓની સંખ્યામાં ઉછાળો આવ્યો છે, ત્યારે કારીગરો તથા તેમના પરિવારજનોની આરોગ્યની સંભાળ રાખવાની જવાબદારી ઉદ્યોગકારો તથા સરકારની બની રહે છે.
ડૉ. હર્ષ વર્ધનન દ્વારા કરાઇ રજૂઆત
વેક્સિન આપવા માટે પ્રાથમિકતા આપવામાં આવે છે આથી ચેમ્બર દ્વારા આરોગ્ય પ્રધાન ડૉ. હર્ષ વર્ધનન દ્વારા એવી રજૂઆત કરાઇ છે કે, ટેક્સટાઇલ અને ડાયમંડ સહિતના વિવિધ ઉદ્યોગ સાથે સંકળાયેલા કારીગરો કે, જેમાં ખાસ કરીને જેઓ 45 થી 60ની વયની અંદર આવતા હોય તેઓને તાત્કાલિક ધોરણે કોવિડ-19ની વેક્સિન આપવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ચેમ્બર દ્વારા કેન્દ્રીય આરોગ્ય પ્રધાને ઉદ્યોગકારો તેમજ વેપારીઓને પણ કોવિડ-19ની વેક્સિન આપવા માટે પ્રાથમિકતા આપવામાં આવે તેવો અનુરોધ કરવામાં આવ્યો છે.
ઔદ્યોગિક એકમોમાંના કારીગરોને તાત્કાલિક કોરોનાની રસી આપવામાં આવશે
હાલમાં સુરતમાં જે રીતે કોવિડ-19ના દર્દીઓ વધી રહ્યા છે. તેને ધ્યાનમાં લઇ સુરત મહાનગરપાલિકા દ્વારા રાત્રે 9થી સવારે 6 કલાક દરમિયાન રાત્રિ કફર્યૂ લાગુ કરવામાં આવ્યું છે. આથી જો ઔદ્યોગિક એકમોમાં કામ કરતા કારીગરોને તાત્કાલિક અસરથી કોરોનાની રસી આપવામાં આવશે. તો કોવિડ-19ની ઇન્ફેકશનની ચેઇન જે હાલમાં વધી રહી છે. તેને અટકાવી શકાશે અને કારીગરોનું આરોગ્ય પણ સચવાઇ જશે.
કોરોનાની વિપરીત અસર ન પડે અને કારીગરોનું આરોગ્ય પણ સારી રીતે જળવાઇ
અત્રે નોંધનીય છે કે, કોરોનાને કારણે લોકડાઉનમાં ઉદ્યોગ–ધંધા પૂર્ણપણે ઠપ્પ થઇ ગયા હતા અને મોટા ભાગના લોકોની રોજગારી પણ છીનવાઇ ગઇ હતી. તેવા સંજોગોમાં ટેક્સટાઇલ અને ડાયમંડ સહિતના વિવિધ ઉદ્યોગ–ધંધા પર ફરીથી કોરોનાની વિપરીત અસર ન પડે અને કારીગરોનું આરોગ્ય પણ સારી રીતે જળવાઇ રહે તે માટે ચેમ્બર દ્વારા કારીગરોને તાત્કાલિક ધોરણે કોવિડ-19ની વેક્સિન આપવા માટે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન દ્વારા ઉપરોકત રજૂઆત કરવામાં આવી છે.