ગુજરાત

gujarat

ETV Bharat / city

સાડીનો વેપાર કરતા યુવાને ઈન્સ્ટાગ્રામ પરથી યુવતીને ફસાવી, પછી ઓફિસમાં બોલાવીને કર્યું આ ગંદુ કામ - સગીરા સાથે કુકર્મ

ગુજરાતના મહાનગર સુરતના સરથાણા વિસ્તારમાંથી સગીરા સાથે કુકર્મ (Minor Girl Rape Case) થયું હોવાની પોલીસ ફરિયાદ ચોપડે નોંધાઈ છે. સરથાણાના યોગીચોકમાં ધોરણ-8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની જોડે શેરચેટ ઇન્સ્ટાગ્રામ (Share Chat Instagram Crime File) પર સાડીનો વેપાર કરતો યુવક સંપર્કમાં આવ્યો હતો. પછી યુવાને સગીરાને પોતાની ઓફીસમાં બોલાવી દુષ્કર્મ કરી પીખીં નાંખી હતી. આ કેસમાં સરથાણા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી દીધી છે.

સુરત: સાડીનો વેપાર કરતા યુવાને ઈન્સ્ટાગ્રામ પરથી યુવતીને ફસાવી, પછી ઓફિસમાં બોલાવીને કર્યું આ ગંદુ કામ
સુરત: સાડીનો વેપાર કરતા યુવાને ઈન્સ્ટાગ્રામ પરથી યુવતીને ફસાવી, પછી ઓફિસમાં બોલાવીને કર્યું આ ગંદુ કામ

By

Published : May 29, 2022, 3:39 PM IST

સુરત: મહાનગર સુરતમાંથી ગ્રીષ્મા વેકરિયા કેસનો નિકાલ થયા બાદ વધુ એક હચમચાવી નાંખે એવો એક સામે આવ્યો છે. સાડીનો વેપાર કરતા યુવાને સોશિયલ મીડિયા એપ્લિકેશનની મદદથી યુવતીને ફસાવી પોતાની ઓફિસમાં બોલાવી હતી. ઓફિસમાં જ તેમણે યુવતીને પીખીં (Surat Police Rape Case Complaint) નાંખી હતી. આ કેસમાં સરથાણા પોલીસે કાયદેસરના પગલાં લઈને ફરિયાદ નોંધી છે. સુરત શહેરના સરથાણા વિસ્તારમાં (Sarthana police Station Surat) આવેલા યોગીચોક પાસે ધો.8માં અભ્યાસ કરતી યુવતી સાથે શરમજનક (Minor Girl Rape Case Crime) ઘટના બની હતી. ઈન્સ્ટાગ્રામ અને સ્નેપચેટ જેવી સોશિયલ મીડિયા એપ્લિકેશન પર સાડીનો વેપારી સંપર્કમાં આવ્યો હતો.

આ પણ વાંચો:કેન્દ્ર સરકારે આધાર કાર્ડ પર જારી કરી એલર્ટ નોટ, જાણો શું છે માસ્ક આધાર ?

કેવી રીતે ખબર પડી: જ્યારે સગીરાની માતાએ એની કડકાઈથી પૂછપરછ કરી ત્યારે સમગ્ર કેસ સામે આવ્યો હતો. માતાએ દીકરીની પૂછપરછ કર્યા બાદ પરિવારજનોએ સરથાણા પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવ્યા હતા. સરથાણા પોલીસે આ કેસને ગંભીરતાથી લઈ કાયદેસરના પગલાં લીધા હતા. જ્યારે યુવકે એને પોતાની ઓફિસમાં બોલાવી ત્યારે સગીરાએ હવસખોરથી બચવા માટે એને ચંપલ માર્યું હતું. પહેલા યુવાન સગીરાને સરથાણા પાસે આવેલા સરદાર ફાર્મમાં લઈ ગયો ત્યાંથી સગીરાને બાઈક પર બેસાડી કેનાલ રોડ પર આવેલી TTC બિલ્ડિગના બીજા માળે લઈ ગયો હતો. ઓફિસમાં યુવતી સાથે જબરદસ્તી કરીને કુકર્મ આચર્યું હતું.

આ પણ વાંચો:ગુજરાતનું ગણિત : ભાજપ પાટીદાર વોટબેંક સુધી પહોંચવાનો કરી રહી છે પ્રયાસ

ઉશ્કેરાઈ ગયો આરોપી:ઓફિસમાં આવીને યુવકે કહ્યું કે, તારામાં હિંમત હોય તો મને મારીને બતાવ. પછી સગીરના બન્ને હાથ પકડીને એના પર કુકર્મ આચર્યું હતું. પછી તે સગીરાને યોગીચોક પાસે આવેલા ડી માર્ટ પાસે છોડીને ચાલ્યો ગયો હતો. માતાને એવી આશંકા ગઈ હતી કે, સખીના ઘરે જવાનું કહીને દીકરી કશે બીજે ગઈ હતી. માતાને આશંકા ગઈ હતી કે, તે શૈલીના ઘરે નહીં બીજે ક્યાંક ગઈ છે. જ્યારે સગીરા પાછી ફરી ત્યારે માતાએ કડકાઈથી વાત કરતા સમગ્ર કેસ સામે આવ્યો હતો. આ યુવક સામે પરિવારજનોએ સરથાણા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ કરી છે.

ABOUT THE AUTHOR

...view details