ગુજરાત

gujarat

ETV Bharat / city

ચીનમાં MBBSનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કારકિર્દીની ચિંતાને કારણે અનુભવી રહ્યા છે માનસિક તણાવ

ચીનમાં MBBS અભ્યાસ કરતા હજારો ભારતીય વિદ્યાર્થી કોરોનાને કારણે છેલ્લા 17 મહિનાથી ભારતમાં હોવાથી તેમને માનસિક તણાવ અનુભવી રહ્યા છે. ઓનલાઇન ભણતરને કારણે તેમને પોતાની કારકિર્દીને લઈને ચિંતિત છે. સુરતની વાત કરવામાં આવે તો સુરતમાં પણ ઘણા વિદ્યાર્થીઓ મેડિકલ ક્ષેત્રમાં આગળ વધવા માટે ચીનમાં મેડિકલ કોલેજમાં ભણે છે અને હાલ તેમની માનસિક સ્થિતિ કફોડી થઇ છે.

studying MBBS in China
studying MBBS in China

By

Published : Jun 22, 2021, 7:43 PM IST

  • ચીન અને ભારત બન્નેમાં કોરોના વાઇરસ વધતા ભારતીય વિદ્યાર્થીઓ પરત આવી ગયા
  • છેલ્લા 17 મહિનાથી ભારતમાં હોવાથી તેમને માનસિક તણાવમાં
  • ભારત અને ચીન બન્નેના સમયમાં અઢી કલાકનો તફાવત હોય છે
  • ઓનલાઇન ભણતરને કારણે તેમને પોતાની કારકિર્દીને લઈને ચિંતિત છે

સુરત : ચીનમાં MBBS અભ્યાસ કરવા ભારતના અનેક વિદ્યાર્થીઓ દર વર્ષે પ્રવેશ મેળવતા હોય છે, પરંતુ જ્યારથી કોરોનાકાળની શરૂઆત થઈ છે. જે બાદ ચીનમાં મેડિકલનો ભણતર કરનારા વિદ્યાર્થીઓ માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યા છે. ચીન અને ભારત બન્નેમાં કોરોના વાઇરસ વધતા ભારતીય વિદ્યાર્થીઓ પરત આવી ગયા હતા. જે વાતને આજે 17 મહિના થઈ ગયા છે અને આ સમયગાળા દરમિયાન તેમને ઓનલાઇન અભ્યાસ કરી રહ્યા છે.

કોઈ પ્રેક્ટિકલ જ્ઞાન વગર MBBSનો ઓનલાઈન અભ્યાસ કરી રહ્યા છે વિદ્યાર્થીઓ

મેડિકલ ક્ષેત્રમાં વગર પ્રેક્ટિકલ ઓનલાઇન અભ્યાસના કારણે વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મૂકાયા છે. જેના કારણે તેમને માનસિક તણાવથી પસાર થઈ રહ્યા છે. સુરતમાં રહેતી અને ચીનના વુહાન ખાતે મેડિકલ કોલેજમાં MBBSના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરનારી સિદ્ધિ પંડ્યા હાલ પોતાના કારકિર્દીને લઇને ચિંતિત છે. કારણ કે, તે 17 મહિનાથી સુરતમાં રહે છે, પરંતુ કોઈ પ્રેક્ટિકલ જ્ઞાન વગર તે MBBSનો ઓનલાઈન અભ્યાસ કરી રહી છે.

ભારત અને ચીન બન્નેના સમયમાં અઢી કલાકનો તફાવત

કોરોના વાઇરસની શરૂઆત ચીનના વુહાનથી શરૂ થયો હતો. તે સમયે સિદ્ધિ પંડ્યા વુહાનમાં જ હતી. કોરોનાની શરૂઆત હતી, તે વખતે સિદ્ધિને ખબર ન હતી કે જે શહેર તે રહે છે અને અભ્યાસ કરે છે, ત્યાંથી સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસ પ્રસરી જશે. માતા-પિતાને સરપ્રાઈઝ આપવા માટે તે સુરત આવી ગઈ હતી અને ત્યારબાદ ચીનમાં લોકડાઉન લાગ્યું હતું.

ચીનમાં MBBSનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કારકિર્દીની ચિંતાને કારણે અનુભવી રહ્યા છે માનસિક તણાવ

ઓનલાઇન ભણતરથી અભ્યાસ મેળવવુ એ વિદ્યાર્થીઓ માટે ચિંતાનો વિષય

સિદ્ધિ પંડ્યાએ જણાવ્યું હતું કે , ભારત અને ચીન બન્નેના સમયમાં અઢી કલાકનો તફાવત હોય છે. વહેલી સવારથી લઇને સાંજ સુધી ઓનલાઇન ક્લાસિસ ચાલે છે, પરંતુ મેડિકલ ક્ષેત્રમાં વગર પ્રેક્ટિકલ જ્ઞાન મેળવી ઓનલાઇન ભણતરથી અભ્યાસ મેળવવુ એ વિદ્યાર્થીઓ માટે ચિંતાનો વિષય બની ગયો છે. હાલ ચીનમાં મેડિકલ અભ્યાસ કરનારા પાકિસ્તાનના યુવાને આત્મહત્યા કરી લીધી છે, તો બીજી જગ્યાએ માનસિક તણાવના કારણે વિદ્યાર્થીને હાર્ટઅટેક પણ આવ્યા હોય તેવા કિસ્સા સામે આવ્યા છે.

નેટવર્કના પ્રોબ્લેમ પણ આવે છે

સિદ્ધિ પંડ્યાએ વધુમાં જણાવ્યું હતું કે, હાલ વિદ્યાર્થીઓ માનસિક તણાવથી પસાર થઇ રહ્યા છે. માનસિક તણાવના કારણે વિદ્યાર્થી ઓનલાઈન ક્લાસિસ પર પણ ધ્યાન આપી શકતા નથી. વળી ઘણી વખત ઓનલાઈન કલાસના સમયે નેટવર્કના પ્રોબ્લેમ પણ આવે છે. જેની સીધી અસર તેમના અભ્યાસ પર થઈ રહી છે. અનેક વિદ્યાર્થીઓ ગામડામાં રહે છે અને ઓનલાઈન અભ્યાસ હોવાના કારણે પણ તેમને હાલાકી ભોગવવી પડે છે.

પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રીમાં એડમિશન મેળવવામાં પણ તકલીફ પડશે

ભવિષ્યમાં અમે દર્દીઓની સારવાર કરવાના છીએ, પરંતુ ઓનલાઇન અભ્યાસના કારણે અમે કેવી રીતે દર્દીઓની સારવાર કરી શકીશું? આ સાથે જ જો ભણતર પ્રેક્ટિકલને બદલે ઓનલાઇન જ રહેશે, તો પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રીમાં એડમિશન મેળવવામાં પણ તકલીફ પડશે. મેડિકલના ક્ષેત્રમાં પ્રેક્ટિકલ જ્ઞાન ખૂબ જ જરૂરી હોય છે. પ્રેક્ટિકલ જ્ઞાન ન હોય તો થિયરીનો કોઈ અર્થ નથી. અમે રાહ જોઈ રહ્યા છે કે, ક્યારે અમે ત્યાં જઈને અભ્યાસ પૂર્ણ કરી શકીશું. આવી રીતે જ ચાલતું રહેશે, તો અનેક માતા-પિતા પોતાના બાળકોને ગુમાવી દેશે.

વિદ્યાર્થીઓ સંતુષ્ટ નથી

હજારો વિદ્યાર્થીઓની સમસ્યાને ધ્યાનમાં રાખી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ મેમ્બર મનિષ કાપડીયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય વિદેશ પ્રધાન અને ચીનના ભારતીય એમ્બેસેડરને પત્ર લખીને વિદ્યાર્થીઓ ચીન જઇ મેડિકલ અભ્યાસક્રમ પૂર્ણ કરી શકે એ માટેની માંગણી કરી છે. મનિષ કાપડીયાએ જણાવ્યું હતું કે, હજારોની સંખ્યામાં ભારતીય વિદ્યાર્થી ચીનમાં મેડિકલ કોલેજમાં ભણે છે. કોરોના અને લોકડાઉનના કારણે વિદ્યાર્થીઓ હાલ ચીન જઈને ભણી શકતા નથી. જે ઓનલાઇન ભણતર છે, તેના કારણે વિદ્યાર્થીઓ સંતુષ્ટ નથી.

ભારત સરકાર, વિદેશ પ્રધાન અને ચીનના ભારતીય એમ્બેસેડરને પત્ર લખી વિદ્યાર્થીઓ માટે કંઇક નિકાલ કરવાની માંગણી કરી

વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ જ્ઞાન મળવું ખૂબ જ જરૂરી છે. આજ કારણ છે કે, તેમની સમસ્યાના નિકાલ માટે ભારત સરકાર, વિદેશ પ્રધાન અને ચીનના ભારતીય એમ્બેસેડરને પત્ર લખી વિદ્યાર્થીઓ માટે કંઇક નિકાલ કરવાની માંગણી કરી છે. અમારી માંગણી છે કે, વિદ્યાર્થીઓને ચીનમાં મોકલીને તેમના ફિઝિકલ અભ્યાસક્રમને શરૂ કરી દેવામાં આવે. અમેરિકા સહિત અન્ય દેશોમાં ભણતર શરૂ કરી દેવામાં આવ્યું છે, તો ચીન પોતાની કોલેજ શરૂ કરે અને વિદ્યાર્થીઓને પ્રેકટિકલ જ્ઞાન મળી રહે તે હેતુથી આ પત્ર લખવામાં આવ્યો છે.

આ પણ વાંચો -

ABOUT THE AUTHOR

...view details