ગુજરાત

gujarat

ETV Bharat / city

Students Corona Positive in Surat: 500થી વધુ વિદ્યાર્થીઓ થયા કોરોના સંક્રમિત - વિદ્યાર્થીઓમાં કોરોનાના કેસોમાં વધારો

સુરત જિલ્લામાં કોરોનાના કેસોમાં(Corona cases in Surat district) સતત વધારો થઈ રહ્યો છે, તેમાં શહેરની શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ પણ સંક્રમિત થઈ રહ્યા છે. શહેરમાં અત્યાર 500થી વધું વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થઈ ચૂક્યા(More than 500 students became infected with Corona) છે. શહેરમાં 174 ધનવંતરીરથ દ્વારા શાળા અને કોલેજોમાં જઇને વિદ્યાર્થીઓનું કોવિડ-19નું ટેસ્ટિંગ(Testing of students for Covid-19) કરવામાં આવી રહ્યું છે.

Students Corona Positive in Surat
Students Corona Positive in Surat

By

Published : Jan 13, 2022, 1:03 PM IST

સુરત: રાજ્યમાં કોરોનાના કેસોમાં(Corona cases in Gujarat) સતત વધારો જોવા મળી રહ્યો છે, શહેરમાં અત્યારે કોરોના કેસ 2700ને પાર થઈ ગયા છે. રાજ્યમાં કોરોના કેસમાં સૌથી પ્રથમ ક્રમાંકે અમદાવાદ છે તો બીજા ક્રમાંક પર સુરત શહેર છે. શહેરમાં કોરોના કેસના આંકડાની સામે મોતની સંખ્યા ખૂબ જ ઓછી છે, પરંતુ શહેરની શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓમાં કોરોનાના કેસોમાં વધારો(Increase in corona cases among students) જોવા મળી રહ્યો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા બે મહિના પહેલાથી જ શાળા-કોલેજોમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે ધનવંતરીરથ દ્વારા વિદ્યાર્થીઓનું કોવિડ-19નું ટેસ્ટિંગ(Testing of students for Covid-19) કરવામાં આવી રહ્યું છે, વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણ વધતા ધનવંતરીરથમાં પણ વધારો કરવામાં આવ્યો છે. શહેરમાં શાળા-કોલેજો માટે 174 ધનવંતરીરથ ફાળવવામાં આવ્યા છે.

Students Corona Positive in Surat

500થી વધુ વિદ્યાર્થીઓ થયા કોરોના સંક્રમિત

સરકારના આદેશ પ્રમાણે ધોરણ ૧થી ૯ના વર્ગો ઓનલાઇન શરુ કરવામાં આવ્યા છે. વર્ગો બંધ કરાતા વિદ્યાર્થીઓમાં પણ કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાયો છે. ગઇકાલે પણ 65 જેટલા વિદ્યાર્થીઓ સંક્રમિત થયા હતા. સુરત મહાનગરપાલિકા દ્વારા શાળા કોલેજોના વિદ્યાર્થીઓના ટેસ્ટિંગ માટે 174 જેટલા ધનવંતરીરથની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. હાલમાં શાળામાં ખાસ કરીને 2007 પહેલા જન્મેલા વિદ્યાર્થીઓનું રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરમાં અત્યાર સુધીમાં 1,30,000 જેટલા બાળકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

સંજીવની રથ દ્વારા યોગ્ય માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે

શહેરમાં કોરોના વધતા કેસો વચ્ચે જે લોકો સંક્રમિત થઇ રહ્યા છે, તેમાંથી જે દર્દીમાં કોરોનાના સામાન્ય લક્ષણો દેખાયા છે, તેવા 9,000 જેટલા વ્યક્તિઓ હાલ હોમઆઈસોલેટમાં છે, તે તમામને સંજીવની રથ દ્વારા કોલ મારફતે તેમને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો :Corona Cases in Jamnagar: જામજોધપુરમાં 13 વિદ્યાર્થી કોરોના પોઝિટિવ, ઓમિક્રોનના નવા 2 કેસ નોંધાયા

આ પણ વાંચો : Corona vaccination for children: બાળકોને નવો કોરોનાનો મ્યુટેન્ટ અસર નહીં કરે તેવુ માનવું તે ભ્રમ : ડૉ.પ્રવીણ ગર્ગ

ABOUT THE AUTHOR

...view details