સુરત:શહેરમાં આવતીકાલે(શનિવારે) ભગવાન મહાવીર કોલેજમાં રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી આવી રહ્યા છે, ત્યારે છાત્રા યુવા સંઘર્ષ સમિતિ દ્વારા આજરોજ કલેક્ટર કચેરીમાં જીતુ વાઘાણી આવે છે નમો ટેબલેટ લાવે છે, નારા સાથે રજૂઆત કરી હતી. ટેબલેટને લઈને છાત્રા યુવા સંઘર્ષ સમિતિ દ્વારા જે માંગ થઇ છે તેને લઈને આ સૂત્રો ઉચ્ચારવામાં આવ્યા છે.
નમો ટેબ્લેટને લઈને અમને શિક્ષણ પ્રધાનને મળવા દેવામાં આવે શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી આવતી કાલે સુરતના પ્રવાસે - સુરતમાં આવતી કાલે ભગવાન મહાવીર કોલેજમાં(Bhagwan Mahavir College in Surat) રાજ્યના શિક્ષણ પ્રધાન(Gujarat Education Minister) જીતુ વાઘાણી આવી રહ્યા છે. છાત્રા યુવા સંઘર્ષ સમિતિ દ્વારા આજરોજ 'કલેક્ટર કચેરીમાં(Surat Collector Office) જીતુ વાઘાણી આવે છે, નમો ટેબલેટ લાવે છે' ના નારા સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. જોક છેલ્લા ત્રણ વર્ષથી વિદ્યાર્થીઓ પાસેથી ટેબલેટ પૈસા લઈ લેવામાં આવ્યા છે. હજુ સુધી વિદ્યાર્થીઓને નમો ટેબલેટ(Provide Namo Tablet) આપવામાં આવ્યું નથી. તેને લઈને રાજ્યના ઘણા બધા વિદ્યાર્થીઓ સંગઠન દ્વારા રાજ્ય સરકારને આ મુદે રજૂઆત કરી ચૂક્યા છે. હજી સુધી તેનો કોઈ પણ ઉકેલ આવ્યો નથી. તેને લઈને છાત્રા યુવા સંઘર્ષ સમિતિ દ્વારા આજરોજ કલેકટરને રજૂઆત કરી છે કે અમને આવતીકાલે જીતુ વાઘાણીને અમારા પ્રશ્નો લઈને મળવા દેવામાં આવે.
આ પણ વાંચો:સુરતમાં વિદ્યાર્થીઓને નમો ટેબ્લેટ ન મળતાં સત્તાધીશો સામે FIR, સરકાર પર પ્રહાર કરી આંદોલનની ચીમકી
નમો ટેબ્લેટને લઈને અમને શિક્ષણ પ્રધાનને મળવા દેવામાં આવે -છાત્રા યુવા સંઘર્ષ સમિતિ જે છેલ્લા ત્રણ વર્ષથી જે પણ વિદ્યાર્થીઓને નમો ટેબલેટ આપવામાં આવ્યા નથી, એ અંગે લડાઈ લડી રહી છે. હજી સુધી સરકાર દ્વારા કોઈ પણ સકારાત્મક જવાબ આપવામાં આવ્યો નથી. જોકે આપણા રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી આવતીકાલે સુરતની મુલાકાતે છે, ત્યારે જો સુરત આવતા હોય ત્યાં નમો ટેબલેટ બાબતે કોઈ સકારાત્મક રજૂઆત કરી શકીએ. જેથી સકારાત્મક ઉકેલ મળી શકે. અમને શિક્ષણ પ્રધાનને મળવા દેવામાં આવે, જો અમે મળવા દેવામાં નહીં આવે તો સરકારને પ્રશ્ન છે અમે વિદ્યાર્થીઓ છીએ.આ ગુજરાતમાં વિદ્યાર્થીનું કોઈ અસ્તિત્વ રહેશે નહીં. પરંતુ આવતીકાલ માટે અમે સકારાત્મક છીએ.
આ પણ વાંચો:Tablet Scheme For Students In Gujarat: ડીસાની કોલેજના વિદ્યાર્થીઓને છેલ્લું સેમેસ્ટર આવ્યું છતાં હજુ સુધી નથી મળ્યાં ટેબલેટ
ગાંધીનગર સચિવાલયમાં 3થી વધુ વખત રજૂઆત કરવામાં આવી છે - વધુમાં જણાવ્યું કે, અમે નમો ટેબલેટને લઈને વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં(Veer Narmad South Gujarat University) 57 વખત રજૂઆત કરવામાં આવી છે. તે ઉપરાંત અલગ અલગ વિદ્યાર્થી સંગઠનો દ્વારા ગાંધીનગર સચિવાલયમાં(Gandhinagar Secretariat) 3થી વધુ વખત રજૂઆત કરવામાં આવી છે તે ઉપરાંત કલેકટરને 27 વખત કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં હજુ સુધી કોઈ પણ સકારાત્મક અભિગમ બહાર આવ્યો નથી.