ગુજરાત

gujarat

ETV Bharat / city

Student Suicide in Surat : 9માં ધોરણના વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ લીધો, સ્યૂસાઈડ નોટ ન મળતાં રહસ્ય ઘેરાયું - સુરત ક્રાઈમ ન્યૂઝ

સુરતના સચીન વિસ્તારમાં ધોરણ 9માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ લીધો હતો. તપાસ દરમિયાન કોઇ કડી ન મળતાં (Student Suicide in Surat ) રહસ્ય ઘેરાયું છે.

Student Suicide in Surat : 9માં ધોરણના વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ લીધો, સ્યૂસાઈડ નોટ ન મળતાં રહસ્ય ઘેરાયું
Student Suicide in Surat : 9માં ધોરણના વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ લીધો, સ્યૂસાઈડ નોટ ન મળતાં રહસ્ય ઘેરાયું

By

Published : Feb 9, 2022, 9:22 PM IST

સુરતઃ શહેરના સચીન GIDC વિસ્તારમાં આવેલ શાંતિનગરમાં ધોરણ-9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ગળે ફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. સચીન GIDC પોલીસે આત્મહત્યાનો ગુનો (Student Suicide in Surat ) નોંધી આગળની તપાસ (Surat Crime news) હાથ ધરી છે.

બારીમાં ચાદર બાંધી ગળેફાંસો ખાધો

સુરત શહેરના સચીન GIDC વિસ્તારમાં આવેલ શાંતિનગરમાં ધોરણ-9માં અભ્યાસ કરતો વિદ્યાર્થી ઉત્કર્ષ પાઠકે ગતરોજ શાળાએ થી ઘરે આવીને પરિવાર સાથે જમ્યા બાદ અચાનક જ પોતાના રૂમમાં જઈ કોઈ કારણોસર રૂમની બારી સાથે ચાદર જોડે ગળે ફાસો ખાઈ આત્મહત્યા (Student Suicide in Surat ) કરી લીધી હતી. જાણ થતાં જ સાચી GIDC પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને108માં વિદ્યાર્થીને સિવિલ હોસ્પિટલ લાવતાં ફરજ પરના ડોક્ટરે વિદ્યાર્થીને મૃત જાહેર (Suicide case in surat 2022) કર્યો હતો.

આ પણ વાંચોઃ ગોત્રિ મેડિકલ કોલેજમાં MBBSના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આત્મહત્યા કરી

બપોરે સ્કૂલેથી આવી બધાં સાથે ભોજન પણ કર્યું હતું

આ બાબતે મૃતક વિદ્યાર્થીના કાકા જયેશ પાઠકે જણાવ્યું કે ઉત્કર્ષ ધોરણ-9માં અભ્યાસ કરે છે અને તેનો મોટો ભાઈ ITI માં અભ્યાસ કરે છે. ઉત્કર્ષ સૌથી નાનો ભાઈ હતો. તેના પિતા સિક્યુરિટી સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે. આ ઘટના તેના મોટા ભાઈએ જોઈ તેણે બુમાબુમ કરી હતી. તે કૉલેજથી ઘરે આવ્યો તો દરવાજો ખખડાવ્યો પણ કોઈ જવાબ આવ્યો નહીં. અંતે તેણે ઘરના પાછળના ભાગની અંદર પ્રવેશ કરીને જોયું તો ઉત્કર્ષ રૂમની બારી સાથે ચાદર જોડે ગળે ફાંસો ખાધેલો (Student Suicide in Surat ) જોતા જ બુમાબુમ કરી હતી અને લોકો દોડી આવ્યા હતાં. ત્યારબાદ તેણે માતાપિતાને જાણ કરી હતી. ગઈકાલે તેણે બપોરે સ્કૂલેથી આવી બધાની સાથે ભોજન પણ કર્યું હતું. પિતા જોબ ઉપર જતા રહ્યાં હતાં. તેણે ક્યાં કારણોસર આમ કર્યું (Suicide case in surat 2022)તે જાણી શકાયું નથી.

આ પણ વાંચોઃ જૂનાગઢના સ્વામિનારાયણ મંદિરમાં વિદ્યાર્થી એ કરી આત્મહત્યા

પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી

આ બાબતે સચીન GIDC પોલીસ સ્ટેશનના PSO જણાવ્યું હતું કે સાંજે 6 : 30 વાગે કોલ મળતાં જ અમારી PCR 2 ઘટના સ્થળે પહોંચી હતી. 108 મારફતે સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો ત્યાં ફરજ પરના ડોક્ટરે મૃત (Suicide case in surat 2022) જાહેર કર્યો હતો. તેની પાસેથી કોઈ ચિઠ્ઠી કે લખાણ મળી આવ્યું નથી. હાલ તેની શાળામાં પણ અમારી તપાસ કરવામાં આવશે. હાલ તો આત્મહત્યાનો ગુનો (Student Suicide in Surat ) નોંધી તપાસ કરવામાં (Surat Crime news) આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details