- વિદ્યાર્થીનીનુ બેભાન થયા બાદ મૃત્યુ.
- મૃતકના પરિવારે ભાગી ગયેલ વિદ્યાર્થી ઉપર હત્યાનો આક્ષેપ કર્યો હતો
- પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કોઝ ઓફ ડેથ સાબિત થયા બાદ કાર્યવાહી હાથ ઘરશે
- પોલીસે CCTV ફૂટેજ કબજે કરી આગળની તપાસ હાથ ધરી
સુરત: સુરતના વેસુ વિસ્તારમાં આવેલા એક કોફી કેફેમાં (coffee cafe in Surat) ગઈકાલ મોડી સાંજે બે કોલેજિયન વિદ્યાર્થી-વિદ્યાર્થીની કોફી પીવા માટે ગયા હતા. તે દરમ્યાન વિદ્યાર્થીની અચાનક બેભાન થતા, તેના સાથી મિત્રએ તાત્કાલિક 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં લઇ આવ્યો હતો, પરંતુ હોસ્પિટલના ફરજ પરના ડોક્ટરે વિદ્યાર્થિનીને મૃત જાહેર (Student dies after being unconscious) કરી હતી. ત્યારબાદ સાથે લઈ આવનાર વિદ્યાર્થી પોતે ભાગી છૂટ્યો હતો. આ બાબતને લઇ પરિવારે ભાગી ગયેલ વિદ્યાર્થી ઉપર હત્યાનો આક્ષેપ કર્યો હતો.
સુરતના કોફી કેફેમાં વિદ્યાર્થીની બેભાન, હોસ્પિટલમાં લાવતા વિદ્યાર્થીનીનું મોત આ પણ વાંચો:રાજકોટમાં પ્રેમિકાના પતિને પતાવી દેવા પ્રેમીએ સોપારી આપી હતી, રાજકોટ પોલીસે 5 આરોપીની ધરપકડ કરી
કોફી કેફેના મેનેજરની અટકાયત કરવામાં આવી છે.
આ સમગ્ર મામલે ખટોદરા પોલીસે કોફી કેફેના મેનેજરની પણ અટકાયત કરી છે તથા ૧૦૮ એમ્બ્યુલન્સમાં લાવનાર ભાગી ગયેલ વિદ્યાર્થીની પોલીસે શોધખોળ હાથ ધરી છે, તથા તેના પરિવારને પણ પોલીસે સ્ટેશન બોલાવ્યા છે. વધુમાં પોલીસે તેના CCTV ફૂટેજ પણ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે.
સુરતના કોફી કેફેમાં વિદ્યાર્થીની બેભાન, હોસ્પિટલમાં લાવતા વિદ્યાર્થીનીનું મોત આ પણ વાંચો:ખાત્રજમાં અપહરણ થયેલ ત્રણ વર્ષની બાળકીનો મૃતદેહ તળાવ નજીકથી મળી આવ્યો
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કોઝ ઓફ ડેથ સાબિત થયા બાદ કાર્યવાહી હાથ ઘરશે
ગઈકાલે સાંજે 5:30 વાગ્યે ખટોદરા વિસ્તારના હદમાં આવેલ કોફી કેફે કરીને એક નાનકડી રેસ્ટોરન્ટ છે. ત્યાં મૃતક અને મિત્ર જાહેર એહમદ બન્ને કોફી પીવા માટે સાથે ગયા હતાં, અને અચાનક મૃતક બેભાન થઈ ગઈ હતી. ત્યારબાદ ૧૦૮ બોલાવી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હોસ્પિટલમાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી. હાલ તેનું પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં (Postmortem report) કોઝ ઓફ ડેથ (Cause of Death) સાબીત થયા બાદ પોલીસ તેના પરિવારજનોની પૂછપરછ કરી આ બાબતે આગળની કાર્યવાહી હાથ ઘરશે. હાલ ખટોદરા પોલીસ સ્ટેશન દ્વારા અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.