સુરતના વેસુ વીઆઇપી રોડ પર આયોજિત રાવણ દહનના કાર્યક્રમને વરસાદી વિઘ્ન નડ્યો છે. 60 ફુટનું રાવણનું પુતળ ભારે પવન અને વરસાદના કારણે તુટી પડ્યું હતું. જેથી પુતળા દહન પહેલા જ આતશબાજી શરુ થઈ ગઈ હતી. જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.
સુરતમાં ભારે વરસાદના કારણે દહન પહેલા લંકેશ થયા ધરાશાયી - સુરતમાં દશેરાની ઉજવણી
સુરત: વિજ્યાદશમીના દિવસે સુરતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. વાતાવરણમાં અચાનક પલટો આવતા ભારે વરસાદ અને પવનના કારણે રાવણનું પુતળુ દહન પહેલા જ ધરાશાયી થયું હતું.
Heavy rain in surat
મેઘરાજાની તોફાની ઇનિંગના પગલે શહેરના રસ્તાઓ પર ફરી વરસાદી પાણી ફરી વળ્યા છે. ભારે વરસાદના કારણે ઉભું કરાયેલું 65 ફૂટ રાવણનું પૂતળું ઢળી પડ્યું હતું.