- સ્ટેટ વિજીલન્સની ટીમે જુગારધામ પર પાડ્યો દરોડો
- જુગારધામમાંથી 100 જેટલા જુગરીઓ ઝડપાયા
- પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલો
સુરતઃ રાંદેર શીતલ ટોકીઝ પાસે ધમધમી રહેલા જુગારધામ પર સ્ટેટ વિજીલન્સની ટીમે દરોડો પાડ્યો હતો. સ્થાનિક પોલીસને જાણ કર્યા વગર જ સ્ટેટ વિજિલન્સ ત્રાટકી હતી. પોલીસને જોઈ જુગારીઓમાં નાસભાગ મચી ગયી હતી. જો કે પોલીસે ઘટના સ્થળેથી 100 જેટલા જુગરીઓની ધરપકડ કરી છે. આ ઉપરાંત 30 જેટલા વાહનો કબ્જે કરાયા છે. આ ઉપરાંત જુગારધામ ચલાવનારા યોગેશ નામનો ઈસમ ફરાર થઈ ગયો હતો.
સુરતમાં જુગારધામ પર સ્ટેટ વિજીલન્સની ટીમે દરોડો પાડ્યો સ્થાનિક પોલીસ થઈ દોડતી
સ્ટેટ વિજીલન્સની ટીમે દરોડા પાડ્યા હોવાની માહિતી મળતા જ સ્થાનિક પોલીસ, ડીસીબી, પીસીબી, એસ.ઓ.જી. સહિતની ટીમ દોડતી થઈ ગયી હતી. પોલીસની નાક નીચે આટલું મોટું જુગારધામ ધમધમી રહ્યું હતું. તેમ છતાં કોઈને ખબર પણ ન લાગી હતી. પછી આ બધું પોલીસની નજર હેઠળ જ ધમધમી રહ્યું હતું. પરંતુ અહીં એક વાત ચોક્કસ સામે આવી છે કે, પોલીસની કામગીરીના ધજાગરા ઉડ્યા છે. આ ઉપરાંત મોટા મોટા ડિટેક્શન આપતી ડીસીબી પોલીસને પણ આ જુગારધામની માહિતી ન હતી એ પણ એક આશ્ચર્યની વાત છે. પરંતુ આ રેડથી તેઓની કામગીરી સામે પણ સવાલ ઉભા થઇ રહ્યા છે.
અગાઉ આસિફ ગાંડાના જુગારધામ પર પાડ્યા હતા દરોડા
સ્ટેટ્ વિજીલન્સની ટીમે અગાઉ આસિફ ગાંડાના જુગારધામ પર દરોડા પાડ્યા હતા. ત્યાંથી પણ મસમોટો જુગાર ઝડપાયો હતો. આ ઘટના બાદ પી.આઈ.નો ભોગ લેવાયો હતો. ત્યારે હવે રાંદેર પીઆઈ અને ડીસીબી, પીસીબીના અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી થાય છે કે કેમ? તે જોવું રહ્યું.