ગુજરાત

gujarat

ETV Bharat / city

હર્ષ સંઘવીએ સુરતમાં વડા પ્રધાન સંમબોધન મેદાનનું નિરીક્ષણ કર્યું - Prime Minister Sambodhan Maidan in surat

સુરતમાં 29 સપ્ટેમ્બરના રોજ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે, ત્યારે તેમના રોડ શો અને સંમબોધન મેદાનનું (Harsh Sanghvi inspected PM Sambodhan Maidan) રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવી, કેન્દ્રીય પ્રધાન દર્શનાબેન જરદોશ અને ધારાસભ્ય સંગીતાબેન પાટીલ સાથે પોલીસ કમીશ્નર અશોક તોમર અને પાલીક કમીશ્નર બંચ્છાનીધી પાની નિરીક્ષણ કરવામાં આવ્યું છે. તેં ઉપરાંત સુરક્ષાને લઈને તમામ પોલીસના ઉચ્ચ અધિકારી જોડે ચર્ચાઓ પણ કરી હતી.

State Home Minister Harsh Sanghvi inspected Prime Minister Sambodhan Maidan in surat
State Home Minister Harsh Sanghvi inspected Prime Minister Sambodhan Maidan in surat

By

Published : Sep 25, 2022, 4:19 PM IST

સુરતઃ 29 સપ્ટેમ્બરના રોજ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે ત્યારે તેમના રોડ શો અને સંમબોધન મેદાનનું (State Home Minister Harsh Sanghvi) રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવી, કેન્દ્રીય પ્રધાન દર્શનાબેન જરદોશ અને ધારાસભ્ય સંગીતાબેન પાટીલ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું છે. તેં ઉપરાંત પોલીસ અધિકારીઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નર સાથે સંબોધન મેદાનમાં કઈ પ્રકારની બેઠક અને લોકોની બેઠક કઈ પ્રકારની રહેશે વીઆઇપી ગેટ વગેરેનું મોટા ચાર્ટ ઉપર નિરીક્ષણ કર્યું હતું.

રોડ શો દરમિયાન અલગ અલગ સમાજ માટે સ્ટેજ

રોડ શો દરમિયાન અલગ અલગ સમાજ માટે સ્ટેજઃદેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Harsh Sanghvi inspected PM Sambodhan Maidan) 29 સપ્ટેમ્બરના રોજ જ્યારે સુરતમાં પધારી રહ્યા છે, ત્યારે સુરત શહેરના નાગરિકો વડાપ્રધાનના સ્વાગત માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ખૂબ મોટી સંખ્યામાં વિવિધ રાજ્ય અને વિવિધ સમાજના લોકો, અલગ-અલગ રાજ્યોની સાંસ્કૃતિ જોડે વડાપ્રધાનના સ્વાગત માટે અલગ અલગ સ્ટેજ ઉપર પારંપરિક સ્વાગત માટે તૈયારીઓ કરી રહ્યા છે. વડાપ્રધાનના રોડ શો (Prime Minister Sambodhan Maidan in surat) દરમિયાન અલગ અલગ સમાજ દ્વારા જે પ્રમાણે સ્વાગત કરાશે, તે માટે સ્ટેજ બનાવવામાં આવનાર છે. તેં વ્યવસ્થાઓ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે.

વધુ સ્ટેજ બનાવવાની માંગણીઓ

વધુ સ્ટેજ બનાવવાની માંગણીઓઃ વધુમાં જણાવ્યું કે, પરંતુ છેલ્લા બે દિવસથી જે હાલના સ્ટેજ છે તેના કરતાં વધુ સ્ટેજ બનાવવાની માંગણીઓ વધી ગઈ છે. અને હાલ કેન્દ્રીય પ્રધાન દર્શનાબેન જરદોશ અને ધારાસભ્ય સંગીતાબેન પાટીલ જેમના વિસ્તારમાં આ કાર્યક્રમ થઈ રહ્યો છે. તમામ લોકોએ સાથે મળીને વધુ સ્ટેજ બનાવવા માટેની બેઠક કરવામાં આવી હતી.

આશરે બે લાખ જેટલા લોકો આવશે

આશરે બે લાખ જેટલા લોકો આવશેઃવધુમાં જણાવ્યું કે, લિંબાયતના મેદાનમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો આવનાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સુરત શહેરને અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે. તે ઉપરાંત ખાતમુહુર્ત પણ કરવામાં આવશે. એમ કુલ મળીને 3500 કરોડ પ્રોજેક્ટનો આમાં સમાવેશ કરવામાં આવેલ છે. આ કાર્યક્રમની સંપૂર્ણ તૈયારીઓનું નિરીક્ષણ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા પણ કરવામાં આવ્યું હતું.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details