ગુજરાત

gujarat

By

Published : Jun 16, 2020, 2:35 PM IST

ETV Bharat / city

પેટ્રોલ-ડીઝલના ભાવમાં પ્રતિ લીટરે બે રૂપિયા સુધીનો વધારો, સામાન્ય વર્ગની કમર તૂટી

રાજ્ય સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવમાં બે રૂપિયા સુધીનો વધારો ઝીંકાતા સામાન્ય વર્ગની કમર તૂટી પડી છે. છેલ્લા એક અઠવાડિયા દરમિયાન પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સાત રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે, જ્યાં વાહન ચાલકો પર પડ્યા પર પાટું મારવા જેવી સ્થિતિમાં મુકાયા છે.

rise in petrol-diesel prices
પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો

સુરત: કોરોના વાઇરસના કારણે ત્રણ મહિના સુધી લોકોએ હાલાકી વેઠવી પડી હતી. આ વચ્ચે લોકડાઉનના પાંચમા તબક્કા દરમિયાન સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં એકાએક બે રૂપિયા સુધીનો ભાવ વધારો કરતા વાહન ચાલકોની ભારે કમર તૂટી પડી છે. પહેલાથી લોકડાઉનના કારણે ધંધા વેપાર બંધ હોવાથી લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તેવામાં ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરાતા સામાન્ય વર્ગની મુશ્કેલીઓ વધી છે.

પેટ્રોલ-ડીઝલના ભાવમાં પ્રતિ લીટરે બે રૂપિયા સુધીનો વધારો ઝીંકાતા સામાન્ય વર્ગની કમર તૂટી

સરકારના આ નિર્ણય બાદ વાહન ચાલકો પણ નારાઝગી જોવા મળી રહી છે. જ્યાં પેટ્રોલ-ડીઝલના ભાવોમાં ઘટાડો કરાય તેવી માગ વાહન ચાલકો કરી રહ્યા છે. તો કેટલાક વાહન ચાલકો સરકારના આ નિર્ણયને લઈ સારો પ્રતિસાદ આપી રહ્યા છે.

પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો

ABOUT THE AUTHOR

...view details