- આજથી શ્રાવણ મહિનાનો પ્રારંભ
- મંદિરોમાં જોવા મળી રહ્યો છે ભક્તોનો ધસારો
- ભક્તોમાં જોવા મળી રહ્યો છે સામાજિક અંતરનો અભાવ
સુરત: આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઇ ચૂકયો છે. શહેરમાં આવેલા તમામ શિવ મંદિરો ઉપર ભક્તોની ભીડ જોવા મળી રહી છે. જોકે કોરોના મહામારીને કારણે મંદિર પરિસરમાં શિવભક્તો માટે હેન્ડ્ સૅનેટાઇઝ વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તોએ મંદિરમાં ફરજિયાત માસ્ક પહેરીને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. જેથી કોરોના સંક્રમણના વધે તથા કેન્દ્ર સરકારની કોવીડ-19ની તમામ પ્રકારની SOPના પાલન પણ કરવામાં આવી રહ્યા છે.
સામાજીક અંતર પાળવું મુશ્કેલ
આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઇ ચૂકી છે ત્યારે શહેરના શિવ મંદિરોમાં શિવભક્તોનો ઘસારો જોવા મળી રહ્યો છે મંદિરની બહાર તો નહિ પરંતુ મંદિરની અંદર શિવભક્તોમાં ક્યાંકને ક્યાંક સામાજિક અંતરનો અભાવ જોવા મળ્યો હતો. પરંતુ આ માટે મંદિર પરિસર દ્વારા વારંવાર સૂચના આપવામાં આવતી હતી. પરંતુ આ તો મંદિર પરિસર દ્વારા વારંવાર ભક્તોને કહેવામાં આવતું હતું કે સામાજિક અંતર રાખીને ભગવાન શિવની પૂજા અર્ચના કરવામાં આવે. તેમ છતાં ક્યાંક ને ક્યાંક શિવ ભક્તોમાં સામાજિક અંતરનો અભાવ જોવા મળ્યો હતો.
આ પણ વાંચો: શું છે શ્રાવણ મહિનાનો મહિમા, કેમ કરવામાં આવે છે શિવનો જળાભિષેક ?