સુરત: સુરતમાં ઓમિક્રોનના (Omicron in Surat) બે કેસ થતા પાલિકા સતર્ક બની છે. કાપડ અને હીરા બજારમાં માસ્ક વગર એન્ટ્રી ન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સુરતમાં 23 ડિસેમ્બરના રોજ 17 કેસો પોઝિટિવ નોંધાયા હતા, તેમજ બે વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા હતા. હાલ સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation) પાસે એક લાખ ટેસ્ટિંગ છે અને આવનાર દિવસોમાં વધુ 5 લાખ રેપીટ કીટ ખરીદવા સ્ટેન્ડિંગ કમિટીએ પરવાનગી આપી.
સુરતમાં 5 લાખ રેપીટ કીટ ખરીદવા સ્ટેન્ડિંગ કમિટીએ આપી પરવાનગી એક લાખ જેટલી કીટ વધારી દીધી હતી
સુરત મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પટેલે જણાવ્યું હતું કે, કોરોના કેસ અને ઓમિક્રોનના કેસમાં છેલ્લા 7 દિવસની અંદર વધારો થઈ રહ્યો છે. સુરત મહાનગરપાલિકાએ 15 દિવસ પહેલાંથી જ પ્લાનિંગ કરી નાખ્યું હતું. અમારી જે પહેલાની જે કમિટીની મિટિંગ હતી એમાં જ અમે એક લાખ જેટલી કીટ વધારી દીધી હતી અને બીજી પાંચ લાખ કીટ વધારવા માટે કમિટી ચેરમેન અને મ્યુનિસિપલ કમીશ્નરને અધિકૃત કરી દીધા હતા. એટલે અમે ગણીએ છીએ કે પિક સીઝનની અંદર એવરેજ 12 થી 13 હજાર જેટલા ટેસ્ટ થતા હતા, હવે ઓમિક્રોનના કેસ આવી રહ્યા છે તો અમે ફરી ટેસ્ટિંગની સંખ્યા વધારી રહ્યા છે.
5 લાખ કિટો માટે સ્ટેન્ડિંગ કમિટીએ પરવાનગી આપી
કેસ વધતા રોજે ચારથી પાંચ હજારથી ટેસ્ટ કરી રહ્યા છે. જો એક લાખ જેટલી કે તમારી પાસે હોય તો ટૂંકમાં તમે 15 થી 20 દિવસ સુધી તમે ટેસ્ટિંગની પ્રક્રિયાને પૂર્ણ કરી શકો છો અને ત્યારબાદ બીજા 5 લાખ કિટો જોઈએ તેની માટે પણ પરવાનગી સ્ટેન્ડિંગ કમિટીએ આપી દીધી છે. પ્રક્રિયાને પૂર્ણ કરી શકો એટલે અને ત્યારબાદ ટેસ્ટિંગની વાત છે ત્યારસુધી સુરત મહાનગરપાલિકા સજ્જ છે એની ઉપર પૂરતું ધ્યાન આપી રહ્યા છે.
એલ.પી.સવાણી સ્કુલમાં ધોરણ 7 અને ધોરણ 11 વિદ્યાર્થીઓ પોઝિટિવ
કોવીડ-19 અંતર્ગત સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 17 કેસ નોંધાયેલા છે. તથા 4 દર્દીઓને રજા આપવામાં આવેલ છે. પોઝીટીવ આવેલ દર્દીઓ પૈકી 3 વ્યક્તિઓ રાંદેર ઝોનના પાલ વિસ્તારના શાંતિવન રો હાઉસના એક જ ઘરમાં નોંધાયેલ છે. 3 વ્યક્તિઓ પૈકી 2 વિદ્યાર્થીઓ પાલ વિસ્તારની એલ.પી.સવાણી સ્કુલમાં ધોરણ 7 અને ધોરણ 11માં અભ્યાસ કરે છે. જેઓ તેમના પિતાના કોન્ટેકમાં આવતા પોઝીટીવ આવેલ છે. તકેદારીના ભાગરૂપે 19 સ્ટાફ અને 33 વિદ્યાર્થીઓના રીપોર્ટ કરવામાં આવેલ છે.જે નેગેટીવ આવેલ છે અને તેમના વર્ગો બંધ કરવામાં આવેલ છે.
શંકાસ્પદ કેસોના સેમ્પલ જીનોમ સીક્વન્સિંગ માટે મોકલાયા
આઈ.એન.ટેકરાવાલા સ્કૂલના ધોરણ 11માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પોઝીટીવ આવેલ છે. તકેદારીના ભાગ રૂપે વિદ્યાર્થીઓ અને સ્ટાફ મળી કુલ 214 વ્યક્તિઓના ટેસ્ટીંગ કરવામાં આવ્યા છે. જે નેગેટીવ આવેલ છે અને તેમના વર્ગ બંધ કરવામાં આવેલ છે. વધુમાં સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 2 ઓમિક્રોનના કન્ફર્મ કેસ નોધાયેલા છે. જેમાં ઉતરાણ વિસ્તારના 39 વર્ષીય મહિલાનો રીપોર્ટ નેગેટીવ આવતા તેમને ખાનગી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. બીજા 5 દિવસ માટે સુરત મહાનગર પાલિકા આરોગ્ય વિભાગ દ્વારા હોમ ક્લોરનટીન કરવામાં આવ્યા છે. બીજા 3 શંકાસ્પદ કેસના સેમ્પલ જીનોમ સીક્વન્સિંગ માટે મોકલવામાં આવેલ છે. જેના રીપોર્ટ પેન્ડીંગ છે.
આ પણ વાંચો:Omicron Update in Surat : ઓમિક્રોનના 2 પોઝિટિવ અને 1 શંકાસ્પદ કેસ આવતાં આરોગ્ય વિભાગે યોજી બેઠક
આ પણ વાંચો:Omicron Variant In Surat: ઓમિક્રોનની દહેશત વચ્ચે મહાનગરપાલિકા એક્શન મોડમાં, શાળા-કોલેજોમાં પણ થઈ રહ્યા છે ટેસ્ટિંગ