ગુજરાત

gujarat

ETV Bharat / city

માવાએ કરાવી માથાકુટ, બે શખ્સોએ યુવાનના પેટ પર છરી ફેરવી દીધી - Limbayat police Station Surat

સુરતમાંથી સાવ સામાન્ય કહી શકાય એવી બાબત પર માથાકુટનો (Stabbed Case Filed) કેસ સામે આવ્યો છે. જેમાં યુવાનને માવો ન આપવો મોંઘો પડ્યો છે. જેને લઈને સુરતના લિંબાયત પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ થઈ છે. પોલીસે (Limbayat police Station Surat) આ બન્ને શખ્સોને ઝડપી લેવા માટે પગલાં ભર્યા છે.

માવાએ કરાવી માથાકુટ, બે શખ્સોએ યુવાનના પેટ પર છરી ફેરવી દીધી
માવાએ કરાવી માથાકુટ, બે શખ્સોએ યુવાનના પેટ પર છરી ફેરવી દીધી

By

Published : Jul 13, 2022, 4:54 PM IST

Updated : Jul 13, 2022, 6:45 PM IST

સુરત: દક્ષિણ ગુજરાતના મહાનગર સુરતના લીંબાયત વિસ્તારમાં સરદાર નગર પાસે યુવક (Stabbed Case Filed)પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં માવો ખવડાવવાની ના પાડતા મામલો ગરમાયો હતો. હુમલાની આ ઘટનાના સીસીટીવી (Crime Scene CCTV) ફૂટેજ પણ સામે આવ્યા છે. બીજી તરફ આ સમગ્ર મામલે લીંબાયત પોલીસ (Limbayat police Station Surat) મથકમાં ફરિયાદ નોંધાઈ છે. સુરત પોલીસે આ કેસમાં કાયદેસરના પગલાં લીધા છે.

માવાએ કરાવી માથાકુટ, બે શખ્સોએ યુવાનના પેટ પર છરી ફેરવી દીધી

આ પણ વાંચોઃશેતાને યુવતીના ગળા પર બ્લેડ ફેરવી દીધી છતાં આ રીતે બચી ગઈ

માવાએ કરાવી માથાકુટઃસુરતના રુસ્તમ પાર્ક પાસે રહેતા 38 વર્ષીય શકીલ જમીલ સૈયદ લીંબાયત સરદાર નગર પાસે પાન મસાલા ખાવા માટે ઉભા હતા. આ દરમિયાન અહી શોહેલ ઈદરીશ બોબત (રે. કમરૂનગર) તેમજ સમીર બિસ્મિલ્લાહ શા શકીલ પાસે આવ્યા હતા. ચલ હમકો માવા ખીલા એમ કહ્યું હતું. એ દરમિયાન શકીલે કહ્યું હતું કે, મારી પાસે પૈસા નથી. હું તમને શા માટે ખવડાવું. આવો જવાબ આપતા શોહેલ અને સમીર બન્ને ગુસ્સે થયા હતા. પછી તેમણે ગાળો ભાંડી હતી. પછી ઉશ્કેરાઈ જઈ શકીલભાઈને ઢીક્કા પાટુનો માર મારવાનું શરુ કર્યું હતું.

આ પણ વાંચોઃઈન્સ્ટા. પર મળેલા ફ્રેન્ડને મળવા ગયેલી સગીરાને શોધવામાં પોલીસને પરસેવો વળ્યો, પછી...

શોહેલે છરી કાઢીઃ આ દરમિયાન ઝપાઝપી થતા પોતાની પાસે રહેલું ચપ્પુ શકીલના પેટના ભાગે ફેરવી દીધું હતું. શકીલે ઘટના સ્થળે બૂમબરાડા પાડતા લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. શોહેલ અને તેનો સાથી ત્યાંથી નાસી છૂટ્યા હતા. ભાગતી વખતે તેમણે આ યુવાનને જાનથી મારી નાંખવાની ધમકી પણ ઉચ્ચારી હતી. આ મામલે યુવાન શકીલે લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ મામલે સુરત પોલીસે કાયદેસરના પગલાં લેવા માટે તજવીજ શરૂ કરી દીધી છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.

Last Updated : Jul 13, 2022, 6:45 PM IST

ABOUT THE AUTHOR

...view details