સુરત : સુરત શહેર ફાયર વિભાગ (Surat Fire Department) દ્વારા શહેરની કુલ 62 હોસ્પિટલોમાં આવેલા ICU વોર્ડમાં સરપ્રાઈઝ (Hospital Seal in Surat) ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તે દરમિયાન કુલ 42 જેટલી હોસ્પિટલના ICU વોર્ડમાં સ્પ્રિન્કલર સિસ્ટમ ના (Sprinkler system in ICU department) અભાવે સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ તમામ હોસ્પિટલોને વિભાગ દ્વારા બેથી ત્રણ વખત નોટિસ આપ્યા બાદ પણ કામગીરી ન કરવાને કારણે અંતે ફાયર વિભાગ દ્વારા આ 42 જેટલી હોસ્પિટલોને સીલ મારવામાં આવ્યું હતું.
ICU વોર્ડમાં સ્પ્રિન્કલર સિસ્ટમ લગાવ્યું નહીં -ઇન્ચાર્જ ફાયર ઓફિસર ડી. એચ. માખીજાનીએ જણાવ્યું હતું કે, કોવિડ 19 પરિસ્થિતિ દરમિયાન ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી(PIL) થઈ હતી. કલમ 118 નંબરનો એમાં સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો હતો કે, હોસ્પિટલોમાં ફૂલફીલ ફાયર સિસ્ટમ હોવી જોઈએ. જે તે સમય દરમિયાન કોવીડ-19 પરિસ્થિતિ હતી અને ત્યાં ICU વોર્ડમાં કોવિડ પેસન્ટ હોવાથી અને ઘણી બધી હોસ્પિટલ ICU વોર્ડમાં સ્પ્રિન્કલર સિસ્ટમ લગાવ્યા ન હતા. તે સમય દરમિયાન આ તમામ હોસ્પિટલો દ્વારા એવી બહેદારી આપવામાં આવી હતી કે, જેમ કોવિડ નહી રહે ત્યારે હોસ્પિટલમાં સ્પ્રિંકલ સિસ્ટમ લગાવી દેશું આવું એફિડેવિટ પણ આપ્યું હતું. પરંતુ આ તમામ હોસ્પિટલોને બેથી ત્રણ વખત નોટિસ આપ્યા બાદ પણ આજ દિન સુધી ICU વોર્ડમાં સ્પ્રિન્કલર સિસ્ટમ લગાવ્યું ન હતું.
આ પણ વાંચો :સુરતમાં ફાયર વિભાગ દ્વારા 32 હોસ્પિટલો સીલ કરવામાં આવી
62 હોસ્પિટલોમાં સ્પ્રિન્કલર સિસ્ટમ નહીં -વધુમાં જણાવ્યું કે,કુલ 62 જેટલી હોસ્પિટલોમાં (42 hospital seals in Surat) સ્પ્રિન્કલર સિસ્ટમ લગાવ્યું નથી. એવું લિસ્ટ દરેક ઝોનમાંથી આવ્યું હતું. તેને લઈને ગતરોજ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનરના આદેશ મુજબ શહેરના અલગ અલગ (Hospital sealed by fire department) ઝોનમાં કુલ 42 જેટલી હોસ્પિટલોમાં સીલ મારવાની કામગીરી આવી છે.