સુરત : હાલ IPLનો ક્રેઝ દેશભરમાં જોવા મળી રહ્યો છે ત્યારે IPLના ચાહકો માટે એક સારા સમાચાર સુરતથી છે. તમને જણાવી દઇએ કે, IPLમાં વપરાતા સ્પોર્ટ્સ કાપડ સુરતમાં તૈયાર થાય છે અને કરોડો રૂપિયાનું ઉત્પાદન કરવામાં આવે છે. સૌથી અગત્યની વાત એ છે કે, કોરોના કાળમાં જ્યાં અનેક ઉદ્યોગ ધંધાઓ ઠપ્પ છે. ત્યારે કોરોનાકાળમાં નિટીંગ સેક્ટરમાં 150 ઉત્પાદકોનું 80 ટકા ક્ષમતા સાથે રોજ રૂ.5.5 કરોડનું ઉત્પાદન થઈ રહ્યું છે. માત્ર સુરતમાં જ સર્ક્યુલર નિટીંગ સેક્ટરમાં 80 ટકાથી વધુ પ્રોડક્શન રોજનું થઈ રહ્યું છે. IPLમાં ખાસ કાપડની ડિમાન્ડ એ માટે છે કે, આ ઝડપથી પરસેવો કે પાણી ઓબ્ઝર્વ કરી લે છે. સ્પોર્ટ્સ સેગમેન્ટમાં તેની મોટી ડિમાન્ડ જોવા મળે છે. સુરતના ઉત્પાદકો પ્રતિ દિન 4.5 લાખ કિલો અંદાજે રૂ.5.5 કરોડથી વધુના કાપડનું પ્રોડક્શન કરી રહ્યા છે.
IPLમાં ઉપયોગમાં લેવાતા સ્પોર્ટ્સ કાપડ સુરતમાં થાય છે તૈયાર, જુઓ વિશેષ અહેવાલ...
વિશ્વભરમાં સુરતનો કાપડ ઉદ્યોગ પ્રખ્યાત છે. પોલિસ્ટર, સિલ્ક અને જરી ઉપરાંત હવે સુરતનો કાપડ ઉદ્યોગ નિટીંગ સેક્ટરમાં આગળ વધી રહ્યું છે અને આ ક્ષેત્રે સુરત માટે વેપારની મોટી તક ઉભી થઈ છે. અગાઉ આ કાપડ ચીનથી આવતું હતું પરંતુ લોકડાઉનમાં વેપાર બંધ થઈ જતા આ કાપડનું ઉત્પાદન સુરતમાં વધી ગયું છે. જેના કારણે સુરતના વેપારીઓને લાભ થઈ રહ્યો છે. IPL અને સ્પોટર્સમાં જતાં કપડા સર્ક્યુલર ઈન્ડસ્ટ્રીઝમાંથી તૈયાર થઈને એક્સપોર્ટ થઈ રહ્યા છે. સુરતની વાત કરીએ તો પ્રતિદિન 4.5 લાખ કિલોનું અંદાજે રૂ.5.5 કરોડ રૂપિયાથી વધુના કાપડનું પ્રોડક્શન થાય છે.
IPLમાં વપરાતા સ્પોર્ટ્સ કાપડ સુરતમાં તૈયાર થાય છે
સુરતથી શ્વેતા સિંહનો વિશેષ અહેવાલ...