ગુજરાત

gujarat

ETV Bharat / city

હરીપુરા ગામ અને સુભાષચંદ્ર બોઝનું વિશેષ જોડાણ - Mahatma Gandhi

સુરત જિલ્લામાં આવેલા હરીપુરા ગામ ખાતે 1938માં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું. અને આ અધિવેશનમાં સુભાષચંદ્ર બોઝની રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ તરીકે નિમણુંક કરવામાં આવી હતી. જેથી દેશભરના લોકો આજે હરીપુરા ગામને જાણતા થયા છે. તેના ઇતિહાસથી વાકેફ થયા હતા. જેથી ETVBharat તે પણ આ જગ્યાની ખાસ મુલાકત લીધી હતી.

હરીપુરા ગામ અને સુભાષચંદ્ર બોઝનું વિશેષ જોડાણ
હરીપુરા ગામ અને સુભાષચંદ્ર બોઝનું વિશેષ જોડાણ

By

Published : Jan 23, 2021, 7:09 PM IST

Updated : Jan 23, 2021, 8:50 PM IST

  • હરીપુરા ગામ ખાતે 1938માં રાષ્ટ્રીય કોંગ્રેસ અધિવેશન યોજાયું હતુ
  • સુભાષચંદ્ર બોઝને રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ તરીકે નિમણુંક કરવામાં આવી હતી
  • ETVBharat તે પણ હરીપુરા ગામની ખાસ મુલાકત લીધી હતી

સુરતઃ જિલ્લામાં આવેલા હરીપુરા ગામ ખાતે 1938માં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું. આ ગામમાં અધિવેશન પહેલા કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતા મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નેહરુ, સરોજિની નાયડુ હાજર રહ્યા હતા અને અધિવેશનમાં સુભાષચંદ્ર બોઝની રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ તરીકે નિમણુંક કરવામાં આવી હતી. જેથી દેશભરના લોકો આજે હરીપુરા ગામને જાણતા થયા છે. તેના ઇતિહાસથી વાકેફ થયા હતા. જેથી ETVBharat તે પણ આ જગ્યાની ખાસ મુલાકત લીધી હતી.

હરીપુરા ગામ અને સુભાષચંદ્ર બોઝનું વિશેષ જોડાણ

સુભાષચંદ્ર બોઝને કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા

અધિવેશન સ્થળ હરીપુરા ગામ ખાતે હાલ તો ખેતરો છે. અહીં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અને સ્વતંત્રતા સેનાનીઓ ભેગા થયા હતા અને 1938માં અહીં મોટી સંખ્યામાં લોકો સુભાષચંદ્ર બોઝને કોંગ્રેસના અધ્યક્ષ બનતા જોયા હતા. 51 બળદ ગાડા અને એક રથની યાત્રા કાઢવામાં આવી હતી. અધિવેશન સ્થળ ગામથી આશરે 7 કિલોમીટર દૂર છે. આ યાત્રા ગામથી લઇને અધિવેશન સ્થળ સુધી પહોંચ્યા હતા.

અધિવેશન સ્થળ સુધી કોઈ પણ નેતા આજે પહોંચ્યા ન હતા

હરીપુરાથી 7 કિલોમીટર દૂર આવેલા અધિવેશન સ્થળ સુધી કોઈ પણ નેતા આજ સુધી પહોંચ્યા નથી. અધિવેશન સ્થળ પર પહોંચ્યા પછી જોવા મળે છે. કે, અહીં 1938માં બનાવવામાં આવેલો એક સ્તંભ આજે પણ છે. પરંતુ સ્તંભ પર જે તક્તિ લગાવવામાં આવી છે. તે જોવા મળી ન હોતી. આ અધિવેશન માટે ખાસ રશિયાથી 65 હોર્ષ પાવરના 4 જેટલા જનરેટર મંગાવવામાં આવ્યા હતા. અહીં દરેક ગામના લોકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને લોકો મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને સુભાષ ચંદ્ર બોઝને સાંભળવા માંગતા હતા. હરીપુરા ગામ આમ તો લાઇમલાઇટમાં આવી ગયું છે પરંતુ હરીપુરાથી 7 કિલોમીટર દૂર આવેલા અધિવેશન સ્થળ સુધી કોઈ પણ નેતા આજે પહોંચ્યા ન હતા.

Last Updated : Jan 23, 2021, 8:50 PM IST

ABOUT THE AUTHOR

...view details