ગુજરાત

gujarat

ETV Bharat / city

હદ થઈ ગઈ...! સુરતના એક કપુતે 22 વર્ષ પોતાની માતાને જ થી એક રૂમમાં ગોંધી રાખી - Son to Mother in Surat

સુરતના પાંડેસરા વિસ્તારમાં એક ચોકાવનારી (Mother Son Incident in Surat) ઘટના સામે આવી હતી. અહી એક પરિવારે તેની જ માતાને અંદાજીત 22 વર્ષથી એક (Son to Mother in Surat) રૂમમાં ગોંધી રાખી હતી. એટલુ જ નહી માતાની હાલત પણ દયનીય સ્થિતિમાં હતી. આ અંગે એક NGO (NGO in Surat) દ્વારા પોલીસની મદદ લઇ મહિલાને મુક્ત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

હદ થઈ ગઈ...! સુરતના એક કપાતરે પોતાની માતાને જ 22 વર્ષથી એક રૂમમાં ગોંધી રાખી
હદ થઈ ગઈ...! સુરતના એક કપાતરે પોતાની માતાને જ 22 વર્ષથી એક રૂમમાં ગોંધી રાખી

By

Published : Apr 14, 2022, 3:16 PM IST

સુરત :સુરતના પાંડેસરા વિસ્તારમાં એક ચોકાવનારી (Mother Son Incident in Surat) ઘટના સામે આવી છે. અહીં એક પરિવારે તેઓની જ 50 વર્ષીય માતાને છેલ્લા 22 વર્ષથી એક રૂમમાં ગોંધી રાખી હતી. એટલું જ નહી માતાને સમયસર જમવાનું પણ આપવામાં આવતું ન હતું. આ ઉપરાંત માતાની હાલત પણ દયનીય સ્થિતિમાં હતી. આ અંગેની જાણ NGOને થઇ હતી. જેથી NGO મહિલાને મુક્ત કરાવવા પહોંચ્યા હતા. NGOની ટીમ અહી આવીને તપાસ કરી તો વૃદ્ધ મહિલાને (Son to Mother in Surat) એક જ સ્થળે જમવાનું તેમજ શૌચાલય પડ્યું હતું. વૃદ્ધ મહિલાની (Old Woman in Surat) સ્થિતિ અત્યંત દયનીય હાલતમાં હતી.

સુરતના એક કપાતરે પોતાની માતાને જ 22 વર્ષથી એક રૂમમાં ગોંધી રાખી

આ પણ વાંચો :Lalita Devi Mother of Plants: બિહારની આ માતાના 11 હજાર 'પુત્રો', જાણો કેવી રીતે થયો આ ચમત્કાર

મારી માતા તેમના કર્મોની સજા ભોગવી રહ્યા છે -વૃદ્ધ મહિલાને બે દીકરા તેમજ એક પતિ છે. નાના દીકરાએ NGOના (NGO in Surat) સભ્યોને સ્પસ્ટ કહી દીધું હતું કે, મારી માતા તેમના કર્મોની સજા ભોગવી રહ્યા છે. આ ઉપરાંત તમે જો જબરજસ્તી લઈ જશો તો માતાજી તમને પણ નુકસાન કરશે તેવુ જણાવી દીધું હતું. બીજી તરફ NGOના સભ્યોએ મહિલાને મુક્ત કરાવવા માટે પોલીસની (Crime Case in Surat) મદદ લીધી હોવાનું પણ જાણવા મળ્યું હતું.

આ પણ વાંચો :માતાને મમતાનો દરીયો કહેવામાં આવે છે, પરંતુ આ નિષ્ઠુર જનેતાને તમે શુ કહેશો!

બે વર્ષથી સ્નાન વગર -કહેવાય છે ને કે માં તે માં બીજા બધા વગડાના વા.. પણ આટલી ક્રૂરતા (Protection of Women in Surat) બાદ પણ માં એ તેના પરિવાર સામે કોઈપણ કાર્યવાહી કરવાની ના કહેતા હોય તેમ વિડીયોમાં જણાઈ આવે છે. અહીં વૃદ્ધ મહિલાની હાલત જોઇને NGOના સભ્યોની આંખમાં પણ પાણી આવી ગયા હતા. બે વર્ષથી તેઓ સ્નાન ના કર્યું તેમ પણ લાગી રહ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details