- રિટાયર્ડ પોસ્ટ માસ્ટરનો પુત્ર ઇન્ડિયન આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલ બન્યો
- સામાન્ય પરિવારમાંથી આવતો સ્વપ્નિલ નોકરી સાથે અભ્યાસ કરતો હતો
- કર્નલ સ્વપ્નિલે મહેનત કરી સેનામાં જોડાવાની સિદ્ધ મેળવી
- ટ્રેનિંગ પૂર્ણ કરીને આવેલા સ્વપ્નિલનું એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું
- યુવાઓને દેશની સેવામાં ફરજ બજાવવા પ્રેરિત કરશે
સુરતઃ સુરત શહેરના ડીંડોલી ખાતે આવેલા ખોડલકૃપા સોસાયટીમાં રહેતા સ્વપ્નિલ ગુલાલે ઇન્ડિયન આર્મીમાં લેફ્ટનન્ટ ઓફિસર બન્યાં છે. સ્વપ્નિલના પિતા સુરેશભાઈ ગુલાલે નિવૃત્ત પોસ્ટ માસ્ટર છે. સ્વપ્નિલ નાનપણથી જ ભણવામાં હોશિયાર હતો. કોલેજના અભ્યાસમાં એન.સી.સી જોઈન કરી હતી. એન.સી.સી દરમિયાન કમાન્ડોને જોઈને પ્રેરિત થયો હતો. એન.સી.સીમાં અનુશાસન અને કમાન્ડોને મળતું માન-સન્માન તેમજ દેશની સેવા કરવી કોલેજ સમયમાં જ સ્વપ્નિલે નક્કી કરી લીધું હતું. પરિવારની પરિસ્થિતિ સામાન્ય હોવાના કારણે ભણતર પુરું કરવામાં તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો અને અભ્યાસની સાથે સાથે પરિવારને આર્થિક મદદ કરવા માટે નોકરી કરતો હતો. તે કોલેજમાં અને ખાનગી ટ્યુશનમાં બાળકોને ભણાવતો હતો. આબુ,સાપુતારા અને રાયગઢમાં એન.સી.સી કેમ્પમાં ભાગ લીધો હતો, ત્યાં આખરી ટેકરીઓમાં ઉપર પર્વતારોહણ કર્યું હતું.
આ પણ વાંચોઃ 75થી વધુ વર્ષ પહેલાં ભારતમાં ગુમ થયેલા અમેરિકાના 400 સૈનિકોની ઓળખ કરશે NFSU
આર્મી ઓફિસર બનવા સુધી પરિવારનો સાથ