સુરતછેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદના કારણે શહેરમાં Heavy Rain in Surat ઘણી જગ્યાએ પાણી ભરાયા હતા. આજે સવારથી અવિરત પડી રહેલા વરસાદના કારણે ત્રણ કલાકમાં બે ઇંચ કરતા વધુ વરસાદ ખાબકી ગયો હતો. આજે સવારથી જ વિવિધ જગ્યાઓ પર સ્વતંત્ર દિવસની ઉજવણીના કાર્યક્રમો Independence Day Celebration Events યોજાયા હતા. જોકે મોડી રાત પડી રહેલા વરસાદના કારણે ઘણી જગ્યાએ કાર્યક્રમ શરૂ થયા હતા.
આ પણ વાંચોસુરતના ઉકાઇ ડેમ પર આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગા લાઇટિંગ કરવામાં આવ્યું
શહેરના અમુક વિસ્તારોમાં પાણી ભરાવાની ઘટનાઓ બની હતી હવામાન વિભાગે Meteorological department છેલ્લા બે ત્રણ દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી .આગાહી પ્રમાણે સુરતમાં બે દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. જેમાં ગઈ મોડીરાતથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. આજે સવારે બેથી ત્રણ કલાકમાં બે ઇંચ કરતા વધુ વરસાદ પડી ગયો હતો. સુરતના અમરોલી લિંબાયત નાનપુરા જેવા વિસ્તારના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. જેના કારણે વાહન ચાલકોને વાહનો ચલાવવામાં મુશ્કેલી પડી હતી.
આ પણ વાંચોઆ જિલ્લામાં ભારે વરસાદે લોકોને મૂક્યા મુશ્કેલીમાં જ્યાં જૂઓ ત્યાં પાણી જ પાણી
સ્વતંત્રતા દિવસની રેલીઓ યથાવતજોકે આજે સ્વતંત્ર દિવસ હોવાના કારણે રસ્તાઓ પર શાળાઓ અને સંસ્થાઓ દ્વારા રેલીઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જોકે ભારે વરસાદ વચ્ચે પણ સ્વતંત્રતા દિવસની રેલીઓ Independence Day Rallies યથાવત રહેવા પામી હતી. ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે ઉકાઈની સપાટી Water Level of Ukai Dam 335.30ફૂટ પર પહોંચી હતી. જ્યારે ઉકાઈમાં ઇન્ફલો 1,20,000 ક્યુસેક છે ત્યારે આઉટ ફલો 56,400 ક્યુસેક છે.