ગુજરાત

gujarat

ETV Bharat / city

લોભામણી સ્કીમમાં રોકાણ કરતા પહેલાં ચેતજો નહીં તો બેન્ક ખાતું થઈ જશે ખાલી - સ્કાયનેટ એનર્જી કૌભાંડ

સુરત શહેરમાં સોલાર પ્લાન્ટમાં રોકાણના નામે સ્કાયનેટ એનર્જીનું (Skynet Energy scam) 90 લાખ રૂપિયાનું ઉઠામણું કર્યાની (Solar Plant Fraud Case in Surat) ઘટના સામે આવી હતી. આ મામલે શહેર ઇકો સેલ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ (Surat Crime Branch) કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કોઈ સ્કીમમાં રોકાણ કરતા પહેલાં ચેતજો નહીં તો બેન્ક ખાતું થઈ જશે ખાલી
કોઈ સ્કીમમાં રોકાણ કરતા પહેલાં ચેતજો નહીં તો બેન્ક ખાતું થઈ જશે ખાલી

By

Published : Jun 17, 2022, 2:38 PM IST

સુરત :સુરત શહેરમાં સોલાર પ્લાન્ટમાં રોકાણ સ્કાયનેટ એનર્જીનું નામે 90 લાખનું ઉઠામણું (Solar Plant Fraud Case in Surat) કર્યું હોવાની ઘટના સામે આવી છે. શહેરના રીંગરોડના એક એકાઉન્ટએ જીગ્નેશ દલાલે 11 લાખ રૂપિયા રોક્યા હતા. ત્યારબાદ કંપની દ્વારા દર મહિને 10 ટકા વળતર આપવામાં આવતું હતું. પરંતુ કંપની દ્વારા કોરાનાનું બહાનું કાઢી વળતર આપવાનું બંધ કરી દીધું હતું. તેને લઈને જીગ્નેશ દલાલે સુરત ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ (Solar Plant Fraud Case) નોંધાવી હતી જેની તપાસ કરતા ફેક કંપની છે એમ બહાર આવ્યું હતું.

આ પણ વાંચો :ATMમાં પૈસા ઉપાડતી વખતે અજાણ્યો વ્યક્તિ મદદ કરવા આવે તો ચેતી જજો, નહીં તો...

કંપની 2018માં ખોલવામાં આવી -સુરતમાં સોલાર પ્લાન્ટમાં રોકાણ નામે સ્કાયનેટ એનર્જીનું 90 લાખનીઉઠામણાની ઘટના મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી, ત્યારે તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે, આ કંપની 2018માં ખોલવામાં આવી હતી. જેમાં રાજેન્દ્રનાથ, સાગર, વસીમ શેખ, અક્રમ મુસ્તફા, અને ભદ્રેશ પટેલ એમ આ તમામ લોકો સાથે મળીને પોતાની કંપની ધોલેરામાં સોલાર પ્લાન્ટ ચાલુ કર્યો હતો. તેમાં આ તમામ લોકો એવી (Surat Crime Branch) લાલચ આપી હતી કે, જો કોઈ વ્યક્તિ આમાં પૈસા રોકાણ કરશે તો તેને દર મહિને 10 ટકાના વ્યાજે પૈસા આપવામાં આવશે.

આ પણ વાંચો :IPLની ફાઇનલ મેચની ટિકીટ આપવાના બહાને લાખોની ઠગાઈ, જાણો કેવી રીતે થઇ

સ્કીમના કારણે લોકો કર્યું રોકાણ -આ સ્કીમના કારણે લોકો પાસેથી કુલ 90 લાખ 15 હજાર રૂપિયાનું રોકાણ કર્યું હતું. ત્યારબાદ આ કંપની ફ્રોડ છે તેમ સામે આવી હતી. આ મામલે સુરત ઇકો સેલ પોલીસ દ્વારા આરોપી ભદ્રેશ રતિલાલ પટેલની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, લોકો પૈસાની લાલચમાં આવીને ધ્યાન દોર્યા વગર ભોળવાઈ જતા હોય છે. તેને લઈને આ પ્રકારની મુશ્કેલીઓ ઉભું થાય છે. પરંતુ આ સમયે પોલીસને જાણ કરવી જરૂરી બને છે.

ABOUT THE AUTHOR

...view details