ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં ઝુલુસ દરમિયાન ચરસનું વેચાણ કરનારની SOG પોલીસે કરી ધરપકડ

સુરત: શહેર નશીલા પદાર્થના ગોરખ ધંધામાં ધકેલાઈ રહ્યું હોવાનું લાગી રહ્યું છે. SOG પોલીસે ઝુલુસ દરમિયાન ચરસનું વેચાણ કરનાર આરોપીની ધરપકડ કરી છે. સાથે જ પોલીસે રૂપિયા 60 હજારની કિંમતનું 600 ગ્રામ ચરસ કબ્જે કર્યું છે.

The arrest of the accused
આરોપીની ધરકપડ

By

Published : Nov 30, 2019, 4:55 PM IST

સુરત SOG પોલીસે બાતમીના આધારે મહિધરપુરા વિસ્તારમાં ચરસનું વેચાણ કરવનાર આરોપીની ધરપકડ કરી રૂપિયા 60 હજારની કિંમતનું 600 ગ્રામ ચરસ જપ્ત કર્યું છે. પોલીસ પૂછપરછમાં આરોપીએ પોતાનું નામ ગુલામરસુલ શેખ જણાવ્યું હતું તથા આરોપીએ કબૂલાત કરી હતી કે, તે ઝુલુસમાં જોડાયેલા લોકાને ચરસ વેંચતો હતો.

સુરતમાં ઝુલુસ દરમિયાન ચરસનું વેચાણ કરનારની SOG પોલીસે ધરપકડ કરી

ઉલ્લેખનીય છે કે, અગાઉ વર્ષ 2005માં અમદાવાદ પોલીસે એમ.ડી ડ્રગ્સમાં ગુલામરસુલની ધરપકડ કરી હતી. જેમાં, તેને 10 વર્ષની સજા થઈ હતી અને વર્ષ 2018માં તે જેલમાંથી છૂટ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details