- સુરતમાં બ્લડ કેન્સર (Blood Cancer)થી પીડિત સોફ્ટવેર ડિઝાઈનર (Software Designer) બન્ચો ચોર
- સોફ્ટવેર ડિઝાઈનરે (Software Designer) કાપોદ્રા વિસ્તારમાં મઢુલી ડાયમંડ બહારથી બાઈકની કરી હતી ચોરી
- કાપોદ્રા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપી યુવકની ધરપકડ કરી
સુરતઃ બ્લડ કેન્સર (Blood Cancer)ના સારવાર માટે રૂપિયા ન હોવાથી સુરતના સોફ્ટવેર ડિઝાઈનરે (Software Designer) બાઈક ચોરી કરી વેચી દીધી હતી. સોફ્ટવેર ડિઝાઈનર (Software Designer) રિટાયર્ડ પોલીસ જમાદારનો પૂત્ર છે. જોકે, બાઈક ચોરીની ઘટના બાદ સીસીટીવીની મદદથી પોલીસ આરોપી સુધી પહોંચી હતી, પરંતુ તેની આપવીતી સાંભળીને પોલીસ પણ સ્તબ્ધ રહી ગઈ હતી.
આ પણ વાંચો-ખેડાના ખલાડીમાં તસ્કરો ત્રાટક્યા, સોના-ચાંદીના ઘરેણાં તેમજ રોકડ ચોરી ફરાર
કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી
આ અંગે મળતી માહિતી અનુસાર, સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા મઢુલી ડાયમંડ બહારથી 10 દિવસ પહેલા હરેશ તળાવિયાની બાઈક ચોરાઈ હતી. આ અંગે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ હતી ત્યારબાદ પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસ કરતા એક યુવક બાઈક ચોરી કરી જતા દેખાયો હતો. તે વિસ્તારના અલગ-અલગ સીસીટીવીની તપાસ કરતા આખરે પોલીસે આરોપી સુધી પહોંચી હતી.
આ પણ વાંચો-સેલવાસમાં વૃદ્ધ દંપતીના ફ્લેટમાંથી તસ્કરો 7 લાખથી વધુનાં દાગીના ચોરી ગયા