ગુજરાત

gujarat

ETV Bharat / city

Smuggling of Charas In Surat: કાપડના વેપારીનો પુત્ર 4.98 લાખના ચરસ સાથે ઝડપાયો, હિમાચલથી ટ્રેનમાં લાવતો હતો - વેસુ સુરતમાં બીબીએ કોલેજ

સુરત SOG પોલીસે (Surat SOG Police)19 વર્ષના યુવકને 4.98 લાખના ચરસના જથ્થા સાથે ઝડપ્યો છે. યુવક ફરવાના બહાને હિમાચલ જઇને ટ્રેન (Charas Smuggling In Train In Surat)માં ચરસ લાવતો હતો. પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને તેને ઝડપી પાડ્યો હતો. કાપડના વેપારીનો આ પુત્ર BBAમાં અભ્યાસ કરે છે અને તે કોલેજમા મિત્રોના ગ્રુપમાં ચરસ વેચતો હતો.

Smuggling of Charas In Surat: કાપડના વેપારીનો પુત્ર 4.98 લાખના ચરસ સાથે ઝડપાયો, હિમાચલથી ટ્રેનમાં લાવતો હતો
Smuggling of Charas In Surat: કાપડના વેપારીનો પુત્ર 4.98 લાખના ચરસ સાથે ઝડપાયો, હિમાચલથી ટ્રેનમાં લાવતો હતો

By

Published : Jan 27, 2022, 10:50 PM IST

સુરત: વેસુ ખાતે રહેતા કાપડ વેપારીનો પુત્ર હિમાચલ પ્રદેશથી ચરસનો જથ્થો ટ્રેન (Charas Smuggling In Train In Surat) મારફતે સુરત શહેરમાં ઘુસાડે તે પહેલા SOG પોલીસે (Surat SOG Police) 4.98 લાખની કિંમતના 997 ગ્રામ ચરસ સાથે તેને ઝડપી પાડ્યો હતો. હિમાચલ પ્રદેશથી (Drugs Supply From Himachal Pradesh In Surat) બાય રોડ ડ્રગ્સ લાવવાનું નેટવર્ક પકડી પાડ્યા બાદ હવે ઘણા પેડલરો ટ્રેનમાં સક્રિય થયા છે. આ અંગે SOGની ટીમને બાતમી મળી હતી.

પોલીસે વોચ ગોઠવીને ઝડપ્યો

હિમાચલ પ્રદેશ ખાતે ફરવા જવાના બહાને એક વ્યક્તિ પોતાની ટ્રાવેલિંગ બેગમાં ચરસનો જથ્થો સંતાડી ટ્રેન (Indian Railway Surat) મારફતે સુરત આવતો હોવાની બાતમી SOGને મળી હતી. બાતમીના આધારે સુરત રેલવે સ્ટેશન (Surat Railway Station)ની બહાર આર્યુવેદિક ગરનાળા તરફ આવેલી કબીર હોટલની સામે વોચ ગોઠવી હતી અને આરોપી 19 વર્ષીય વંશ નરેન્દ્ર બંસલને ઝડપી પાડવામાં આવ્યો હતો.

આ પણ વાંચો:Charas seized from Banaskantha: અમીરગઢ બોર્ડર પરથી 1 કરોડ 46 લાખ રૂપિયાની કિંમતનું 14 કિલો ચરસ ઝડપાયું

5.48 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

વંશ પાસેથી તેની ટ્રાવેલિંગ બેગની આડમાં સંતાડી રાખેલો ચરસનો 997 ગ્રામ જથ્થો મળી આવ્યો હતો. પકડાયેલા ચરસના જથ્થાની કિંમત 4.98 લાખ રૂપિયા, મોબાઈલ ફોન, અલગ અલગ કલરના 7 લાઈટર, 3 સિગારેટમાં ચરસ નાંખી પીવાની ભુંગળી (ફિલ્ટર) મળી કુલ 5.48 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. હિમાચલ પ્રદેશથી ચરસનો જથ્થો અપનારને વોન્ટેડ જાહેર કરાયો હતો.

ફરવાના બહાને હિમાચલ પ્રદેશ જઈને ચરસ લાવતો હતો

વંશ પોતે વેસુની કોલેજમાં BBAના બીજા વર્ષમાં અભ્યાસ (BBA College In Vesu Surat) કરે છે. તેના પિતા મિલેનિયમ માર્કેટમાં કાપડની દુકાન ધરાવે છે. પોતે હિમાચલ પ્રદેશ ખાતે ફરવા જવાના બહાને જતો હતો. ત્યાંથી પોતાને પીવા માટે તેમજ સુરત શહેરમાં કોઈ ગ્રાહક મળી આવે તો તેને વેચવા માટે ચરસનો જથ્થો લાવતો હતો, પરંતુ પોતે હિમાચલ પ્રદેશથી સુરત શહેરમાં ટ્રેન મારફતે આવતા પકડાઈ ગયો હોવાની કબૂલાત કરી હતી.

આ પણ વાંચો:Charas case Ahmedabad: યુવાધનને નશાના રવાડે ચઢાવનાર બે કાશ્મીરી આરોપીઓની ધરપકડ

કોલેજના વિદ્યાર્થીઓના ગ્રુપમાં જ ચરસ વેચતો

વંશ લોકડાઉન (Lockdown In Surat) પહેલાથી ચરસના રવાડે ચઢ્યો હતો. શહેરમાં અલગ-અલગ સ્થળે ચરસ શોધતો હતો. 2 વખત હિમાચલ પ્રદેશથી ચરસ લઈને આવ્યો હતો. આ વખતે પકડાઈ ગયો હતો. તે કોલેજ ગ્રુપમાં જ 6 હજારથી 10 હજાર રૂપિયા સુધી આ ચરસ વેચતો હતો. એટલે કે કોલેજમાં ઘણા વિદ્યાર્થીઓ ચરસ સહિતના ડ્રગ્સના રવાડે હોવાનું સ્પષ્ટ છે.

ABOUT THE AUTHOR

...view details