- વેક્સીનનો બીજો ડોઝ લેવા માટે લોકોમાં ઉદાસીનતા
- સુરતમાં હજુ પણ 5.32 લાખ જેટલા લોકોનો વેક્સીનનો બીજો ડોઝ બાકી
- પાલિકા ક્વોટામાં સારવાર આપવામાં આવશે નહીં તેવી વિચારણા હાથ ધરાઈ
સુરત : સુરતમાં કોરોનાની બીજી વેવ ખુબ જ ઘાતક નીવડી હતી. બીજી વેવ બાદ તંત્રએવેક્સીનેશન (SMC Corona Vaccination) ખુબ જ ઝડપી કર્યું હતું. SMC ના દાવા પ્રમાણે સુરતમાં 100 ટકા લોકોને વેક્સીનનો પ્રથમ ડોઝ અપાઈ ગયો છે. પરંતુ હજુ પણ વેક્સીનનો બીજો ડોઝ (Second Dose Of Vaccine) લેવામાં લોકો ઉદાસીનતા (Covid19 Vaccination ) દાખવી રહ્યાં છે. લોકો વેક્સીનનો બીજો ડોઝ લઇ લે તે માટે મનપાએ અનેક પ્રયાસો પણ કર્યા હતા. મનપાએ મનપાની કચેરી, બાગ બગીચા, મોલ, બસ સહિતની જગ્યાએ વેક્સીનનો બીજો ડોઝ લીધો ન હોય તેવા લોકોને પ્રવેશ આપવાનું બંધ કર્યું હતું. એટલું જ નહી નોક ધ ડોર અભિયાન અને 1 લીટર તેલ આપવાની જાહેરાત પણ કરી હતી. પરંતુ તેમ છતાં જોઈએ તેવી સફળતા હાથ લાગી નથી.
ત્રીજા વેવની ભીતિને લઇ ચિંતા
SMC ની વેક્સીનેશનની (SMC Corona Vaccination) કામગીરી ચાલી રહી છે તેની સાથે ત્રીજા વેવની (Corona Third Wave) પણ ભીતિ વ્યક્ત થઈ રહી છે. બીજા વેવમાં પાલિકાએ પાંચ હજાર કરતાં વધુ લોકોને પાલિકાના ક્વોટામાં ખાનગી હોસ્પિટલમાં સારવાર આપી હતી. તેવી જ રીતે જો ત્રીજો વેવ આવે અને આવી સ્થિતિ ઉભી થાય તો પાલિકાના ક્વોટામાં તે લોકોને જ સારવાર (SMC Vaccination rules) આપવામાં આવશે. જેઓએ વેક્સીનના બન્ને ડોઝ (Second Dose Of Vaccine) લીધા હોય.
સુરતમાં હજુ પણ 5.32 લાખ જેટલા લોકોનો વેક્સીનનો બીજો ડોઝ બાકી બીજો ડોઝ લેવામાં ઉદાસીનતા દાખવી રહ્યા છે ડેપ્યુટી આરોગ્ય કમિશ્નર આશિષ નાયકે જણાવ્યું હતું કે, સુરતમાં લોકોને વેક્સીનનો બીજો ડોઝ (Second Dose Of Vaccine) લેવા માટે એસ.એમ.એસ. તથા ઘરે ઘરે જઈને જાણ કરાઈ હતી. સુરતમાં હજુ પણ 5.32 લાખ લોકો એવા છે કે જેઓએ વેક્સીનનો બીજો ડોઝ લીધો નથી. એટલું જ નહીં, લોકો
વેક્સીનનો બીજો ડોઝલઇ લે તે માટે એક લીટર તેલ પણ એક એનજીઓ સાથે મળીને આપવાનું નક્કી કરાયું હતું. પરંતુ હજુ પણ લોકો બીજો ડોઝ લેવામાં ઉદાસીનતા (Covid19 Vaccination) દાખવી રહ્યા છે. ત્યારે ભવિષ્યમાં જો કદાચ ત્રીજી વેવ (Corona Third Wave) આવે અને મનપા દ્વારા ખાનગી હોસ્પિટલમાં પાલિકા ક્વોટામાં સારવાર આપવામાં આવશે નહીં (SMC Vaccination rules) તેવી વિચારણા પણ કરવામાં આવી રહી છે. બીજો ડોઝ ન લીધો હોય તેવા લોકોને પાલિકાના ક્વોટામાં સારવાર નહીં મળે તે માટેની જાહેરાત પાલિકા તંત્ર આગામી દિવસોમાં જાહેર કરી શકે છે. આ ઉપરાંત આગામી દિવસોમાં પાલિકાની વિવિધ સેવામાં વેક્સીન સર્વિસની થીમ અપનાવી શકે તેવી શક્યતા છે.
આ પણ વાંચોઃ જો જો, કોરોના વેક્સિનના બે ડોઝ ન લીધા હોય તો સુરતમાં આ સ્થળે 'NO ENTRY'
આ પણ વાંચોઃ Surat Corona positive Students: રિવરડેલ સ્કૂલમાં સતત ત્રીજા દિવસે વિદ્યાર્થી કોરોના સંક્રમિત થતા આરોગ્ય વિભાગ દોડતું થયું