સુરત : કોરોના સંક્રમણ રોકવાની કામગીરી કરતા નર્સિંગ, લેબ ટેક્નીશન અને આયુષ ડોક્ટરના સ્ટાફે મહાનગરપાલિકા કચેરી પર મોરચો માંડ્યો હતો. મહેનતાણું ઘટાડી દેવામાં આવતાં આ કર્મચારીઓએ (Corona Warriors in Surat) મનપા કચેરી બહાર સૂત્રોચ્ચાર કરી (SMC Medical Staff Protest ) વિરોધ નોંધાવ્યો હતો.
કોરોના સામેની કામગીરી માટે કોન્ટ્રાક્ટ પર લેવાયા હતાં
સુરતમાં કોરોનાના સંક્મ્રણને નાથવા માટે મેડિકલ કર્મચારીઓને કોન્ટ્રકટપર લેવામાં આવ્યા હતાં. ત્યારબાદ બીજી લહેરમાં છૂટા પણ કરી દેવામાં આવ્યા હતાં. જો કે ત્રીજી લહેરમાં ફરી આ તમામ કર્મચારીઓને કોન્ટ્રાક્ટ પર લેવામાં આવ્યા હતાં. પરંતુ આ વખતે મહેનતાણું ઓછું આપવામાં (Injustice to contract base employees) આવી રહ્યું છે. જેને લઈને નર્સિંગ. લેબ ટેક્નિશિયન તેમજ આયુષ ડોક્ટર સ્ટાફ મનપા કચેરી પર પહોંચ્યા હતાં અને વિરોધ (Corona Warriors in Surat) નોંધાવ્યો હતો. કર્મચારીઓએ મનપા કચેરી બહાર અમારી માગણીઓ પૂરી કરો જેવા (SMC Medical Staff Protest ) સૂત્રોચ્ચાર પણ કર્યા હતાં.