ગુજરાત

gujarat

ETV Bharat / city

શિક્ષણ સમિતિની ચૂંટણીમાં હોબાળો : AAPના તમામ કોર્પોરેટરો જેલભેગા, સામાન્ય સભા વિપક્ષ વગર જ શરૂ થવાના એંધાણ - all the corporators of AAP in jail

સુરત મહાનગર પાલિકા (SMC) ની પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણી દરમ્યાન થયેલા હોબાળાને લઈને શનિવારે પાલિકાના સિક્યુરિટી ઓફિસર દ્વારા આમ આદમી પાર્ટી (AAP) ના તમામ ચૂંટાયેલા 27 કોર્પોરેટરો અને અન્ય 2 શખ્સો મળીને કુલ 29 લોકો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જ્યારબાદ આજે સોમવારે સવારથી જ પોલીસે ધરપકડનો દોર શરૂ કરવામાં આવ્યો હતો અને સાંજે પાલિકાની સામાન્ય સભા શરૂ થઈ ત્યાં સુધીમાં AAPના તમામ કોર્પોરેટરોની ધરપકડ કરી લેવામાં આવી છે.

AAPના તમામ કોર્પોરેટરો જેલભેગા, સામાન્ય સભા વિપક્ષ વગર જ શરૂ થવાના એંધાણ
AAPના તમામ કોર્પોરેટરો જેલભેગા, સામાન્ય સભા વિપક્ષ વગર જ શરૂ થવાના એંધાણ

By

Published : Jun 28, 2021, 5:59 PM IST

  • SMCના સમગ્ર વિરોધ પક્ષ વિરૂદ્ધ નોંધાઈ હતી ફરિયાદ
  • શિક્ષણ સમિતિની ચૂંટણીમાં કરવામાં આવ્યો હતો હોબાળો઼
  • પાલિકાની સામાન્ય સભા વિપક્ષ વગર શરૂ થાય તેવી શક્યતા


સુરત : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણીમાં ભારે હોબાળો મચ્યો હતો અને સભાખંડમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. આ બનાવને લઈને આમ આદમી પાર્ટી (AAP) ના કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ સહિત કુલ 29 લોકો સામે 'ડેમેજ ટૂ પબ્લિક પ્રોપટી એક્ટ' અને 'ફરજમાં રુકાવટ' સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. ત્યારે આજે સોમવારે સવારથી AAP ના કોર્પોરેટરોની ધરપકડનો દોર શરુ થઇ ગયો છે. આ ઉપરાંત સાંજે મ.ન.પા.ની સામાન્ય સભા શરૂ થઈ ત્યાં સુધીમાં AAPના તમામ 29 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે.

AAPના તમામ કોર્પોરેટરો જેલભેગા, સામાન્ય સભા વિપક્ષ વગર જ શરૂ થવાના એંધાણ

શું હતો મામલો ?

સુરત મહાનગર પાલિકા (SMC) ના સભાખંડમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ ચૂંટણી દરમ્યાન AAPના એક ઉમેદવારની હાર થઇ હતી. જેને લઈને સભાખંડમાં તોડફોડ સાથે ભારે હોબાળો મચી ગયો હતો. જેના કારણે પોલીસ પણ બોલાવવી પડી હતી. ગત શનિવારે પાલિકાના સિક્યુરિટી ઓફિસરે 27 કોર્પોરેટરો ઉપરાંત અન્ય 2 મળીને કુલ 29 સામે રાયોટિંગ, સરકારી ફરજમાં રુકાવટ, મારામારી સહિતની 14 કલમો હેઠળ ગુનો નોંધાવ્યો હતો. પાલિકાના ઇતિહાસમાં આ પહેલી ઘટના એવી બનશે કે જેમાં એકસાથે વિપક્ષના તમામ કોર્પોરેટરોએ જેલભેગા થવું પડશે.

તમામની ધરપકડ કરાઈ

AAPના કોર્પોરટરો સામે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ વહેલી સવારથી પોલીસ દ્વારા ધરપકડનો દોર શરુ કરી દેવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટીના વોર્ડ. નં. 4ના નગરસેવક ઘમેન્દ્ર વાવલીયા અને વોર્ડ. નં. 5ના નગરસેવક કે. કે. ધામીની લાલગેટ પોલીસે ઘરેથી ધરપકડ કરી હતી. જ્યારે અન્ય કોર્પોરેટર પાયલ સાકરિયાની તેમની ઓફીસથી ધરપકડ કરીને કાપોદ્રા પોલીસમથકે લઇ જવામાં આવ્યા હતા. ત્યારબાદ સાંજ સુધીમાં સુરત પોલીસ દ્વારા ફરિયાદમાં નોંધાયેલા તમામ 29 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં AAPના 27 કોર્પોરેટરો એટલે કે પાલિકાનું સમગ્ર વિરોધ પક્ષ જેલભેગું થઈ ગયું હતું.

શિક્ષણ સમિતિની ચૂંટણીમાં હોબાળો

સામાન્ય સભા વિપક્ષ વગર જ યોજાય તેવી સ્થિતિ

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણીમાં ભારે હોબાળો મચ્યા બાદ AAPના કોર્પોરેટરો સામે પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે અને આજે સોમવારે સવારથી જ ધરપકડનો દોર શરુ કરી દેવામાં આવ્યો છે. આ દરમ્યાન આજે સાંજે મ.ન.પા.ની સામાન્ય સભા શરૂ થઈ ત્યાં સુધીમાં સામાન્ય સભા વિપક્ષ વગર જ શરૂ કરવામાં આવે તેવી સ્થિતિ નિર્માણ થઈ છે.

આ પણ વાંચો -

EXCLUSIVE : ગુજરાતમાં વિકાસ માટે 'દિલ્હી મોડલ' નહિ, અલગ મોડલ હશે - મનીષ સિસોદિયા

EXCLUSIVE : જો ગુજરાતમાં AAP આવશે તો મુખ્યપ્રધાન પ્રજાને જ નક્કી કરવા દેવામાં આવશે - મહેશ સવાણી

EXCLUSIVE :સિસોદિયાનો સુરતમાં હુંકાર, ભાજપનો વિકલ્પ શોધી રહેલી ગુજરાતની જનતા માટે AAP મેદાને

ABOUT THE AUTHOR

...view details