ગુજરાત

gujarat

ETV Bharat / city

SMC Corona Testing 2021 : કોર્પોરેશને ધનવંતરી રથની સંખ્યા વધારી બાળકોનું ટેસ્ટિંગ વધાર્યું

સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં દ્વારા 60,000 બાળકોનું ટેસ્ટિંગ (SMC Corona Testing 2021) કરવામાં આવ્યું છે. Covid-19 કેસોમાં વધારો થઇ રહ્યો છે. જેને પગલે એસએમસી કોર્પોરેશન (Covid-19 Update in Surat) દ્વારા ધનવંતરી રથની સંખ્યામાં વધારો કરાયો છે.

SMC Corona Testing 2021 : કોર્પોરેશને ધનવંતરી રથની સંખ્યા વધારી બાળકોનું ટેસ્ટિંગ વધાર્યું
SMC Corona Testing 2021 : કોર્પોરેશને ધનવંતરી રથની સંખ્યા વધારી બાળકોનું ટેસ્ટિંગ વધાર્યું

By

Published : Dec 28, 2021, 5:11 PM IST

સુરત: શહેરમાં સતત કોરોના કેસમાં વધારો (Covid-19 Update in Surat) થઇ રહ્યો છે. એવામાં શહેરની શાળાઓમાં પણ સતત વિદ્યાર્થીઓ સંક્રમિત થઇ રહ્યા છે. જેથી શહેરના શાળાઓમાં ઝડપી ટેસ્ટિંગ (SMC Corona Testing 2021) થઇ શકે અને વિદ્યાર્થીઓ સંક્રમિત તથા અટકી શકે.

આ પણ વાંચોઃ Corbevax and Covovax Aproved : કોરોનાની કોર્બેવેક્સ અને કોવોવેક્સ રસીઓનો ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી

ધનવંતરી રથ દ્વારા ટેસ્ટિંગ

બાળકો કોરોનાની ઝપટેમાં આવતાં બચે તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના અલગ-અલગ ઝોનમાં આવેલ શાળાઓમાં (SMC increased testing of children) ધનવંતરી રથ દ્વારા ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. એમાં વિદ્યાર્થીઓના રેપિડ અને RTPCR બંને ટેસ્ટ કરવામાં આવે છે. જેનાથી રેપિડમાં ન પકડાય તો RTPCR માં 100 ટકા રીપોર્ટ આવે છે.

SMC એ અત્યાર સુધીમાં 60,000 બાળકોનું ટેસ્ટિંગ કરી લીધું છે

60,000 જેટલા બાળકોનું ટેસ્ટિંગ

કોર્પોરેશન દ્વારા આજદિન સુધી 60,000 જેટલા બાળકોનું ટેસ્ટિંગ (SMC increased testing of children) કરવામાં આવ્યું છે. બાળક વિદ્યાર્થી પોઝિટિવ આવે તો તેની સાથે બેસતા તેમજ શાળાએ આવતા રીક્ષા, બસમાં આવતા વિદ્યાર્થીઓનું ટેસ્ટિંગ (SMC Corona Testing 2021) કરવામાં આવે છે. ટેસ્ટિંગમાં 28 જેટલા વિદ્યાર્થી પોઝિટિવ આવી ચૂક્યાં છે. જેઓ એસએમસીના ટેસ્ટિંગ દરમિયાન (SMC increased testing of children) પોઝિટિવ આવ્યા છે. ક્યારેક એવું બનતું હોય કે માતાપિતા પણ પોઝિટિવ આવ્યા હોય.

આ પણ વાંચોઃ Children Vaccination: કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજ્યના અધિકારીઓ સાથે કરશે મોટી બેઠક, સ્થિતિની સમીક્ષા કરશે

ABOUT THE AUTHOR

...view details