સુરત : કેન્દ્ર સરકારની સ્માર્ટ સિટી યોજનાની સમિટનું આયોજન આ વર્ષે સુરતમાં (Smart City Summit in Surat)થવા જઇ રહ્યું છે. જેમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની ઉપસ્થિતિ (Home Minister Amit Shah at Surat)રહેશે. ત્રણ દિવસ ચાલનારા આ સમિટમાં પસંદગી પામેલા 100 સિટીના મેયર, કમિશનર સહિતના મહાનુભાવો હાજરી આપશે. આજે મનપા ખાતે મળેલી બેઠક દરમિયાન સમિટની તૈયારીને (Surat Corporation) લઈ ચર્ચા કરવામાં આવી હતી.
સમિટના પ્રથમ દિવસે પસંદગી પામેલા શહેરોને એવોર્ડ એનાયત કરવામાં આવશે સ્માર્ટ સિટી યોજનાનો હેતુ - શહેરીજનોને તમામ પ્રકારની સુવિધા મળી રહે તે માટે
સ્માર્ટ સિટી યોજના અમલમાં મુકવામાં આવી છે. પસંદગી પામેલા 100 શહેરોમાં સ્માર્ટસિટી યોજનાનું અમલીકરણ યોગ્ય રીતે થાય તે માટે દર વર્ષે શહેરો વચ્ચે સ્પર્ધા કરવામાં આવે છે. દરમિયાન વિવિધ કેટેગરીમાં પસંદગી પામેલા શહેરોને એવોર્ડ એનાયત કરવામાં આવે છે. છેલ્લા ત્રણ વર્ષથી
સુરત કોર્પોરેશન ને એવોર્ડ પ્રાપ્ત થઈ રહ્યો છે. આ સાથે દર વર્ષે એક સમિટનું આયોજન પણ કરવામાં આવે છે.
આ પણ વાંચોઃ Amit Shah to Corporators : આ વખતે એવી મહેનત કરો કે ભાંગફોડ ન કરવી પડે શાહની ટકોર
પસંદગી પામેલા શહેરોને એવોર્ડ એનાયત કરાશે- આ વર્ષે પ્રથમ વખત સુરત શહેરમાં રાષ્ટ્રીય સમિટનું (National Smart City Summit ) આયોજન થવા જઈ રહ્યું છે. સરસાણા ખાતે આવેલા ચેમ્બર ઓફ કોમર્સના કન્વેન્શન હોલમાં આગામી 18થી 20 એપ્રિલ દરમિયાન સેમીનાર યોજવામાં આવનાર છે. જેમા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની વિશેષ ઉપસ્થિતિ રહશે. સમિટના પ્રથમ દિવસે પસંદગી પામેલા શહેરોને એવોર્ડ એનાયત કરવામાં આવશે. જયારે બીજા અને ત્રીજા દિવસે સમિટમાં ભાગ લેનાર મહેમાનો પોતાના મનપંસદ સ્થળની મુલાકાત લેશે.
આ પણ વાંચોઃ PM Modi Visit Jamnagar : વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર આવે તેવી શક્યતા, ક્યારે અને શા માટે આવશે તે જાણો
અધિકારીઓ વચ્ચે સમિટને લઈ બેઠક મળી -સુરત શહેર માટે આ એક ગૌરવ લેવા જેવી વાત હોઇ મનપા દ્વારા સમિટની (Smart City Summit in Surat) તૈયારી જોરશોરથી શરૂ કરી દેવામાં આવી છે. 100 શહેરોમાંથી આવનારા મહેમાનો માટે રહેવા, જમવા સહિતની વ્યવસ્થા લગભગ કરી દેવામાં આવી છે. મનપાના આયોજનમાં કોઇ કચાસ નહી રહી જાય તે માટે આજે મેયર સહિતના (Surat Corporation) પદાધિકારીઓ તેમજ મ્યુ.કમિશનર સહિતના અધિકારીઓ વચ્ચે સમિટને (National Smart City Summit )લઈ એક બેઠક મળી હતી. મનપાના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી તૈયારીનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.