ગુજરાત

gujarat

ETV Bharat / city

Smart City Summit in Surat: સ્માર્ટ સિટી સમિટમાં આવેલા મહેમાનોને 700 MLની 385 રૂપિયાની મોંઘીઘાટ બોટલો આપવામાં આવી

સુરતમાં ત્રણ દિવસીય સ્માર્ટ સિટી અરબનાઇઝેશન સમીટ(Smart City Summit in Surat) યોજાઈ છે. આ સમીટમાં પ્લાસ્ટિક ફ્રી ઝોનને(Plastic free zone) લઈને પ્લાસ્ટિકની બોટલમાં પાણી આપવાની જગ્યા એ કાચની બોટલમાં પાણી આપવામાં આવ્યું છે. એક જ પ્રોગ્રામમાં બે પ્રકારની કાચની પાણીની બોટલો જોવા મળી હતી. ચાલો જાણીએ બે પ્રકારની કાચની પાણીની બોટલો અને તેની કિંમત વિશે.

Smart City Summit in Surat: સ્માર્ટ સિટી સમિટમાં આવેલા મહેમાનોને 385 રૂપિયાની મિનરલ વોટરની 700 ML પાણીની બોટલ
Smart City Summit in Surat: સ્માર્ટ સિટી સમિટમાં આવેલા મહેમાનોને 385 રૂપિયાની મિનરલ વોટરની 700 ML પાણીની બોટલ

By

Published : Apr 18, 2022, 11:00 PM IST

સુરતઃ શહેરના સ્માર્ટ સિટી સમિટમાં આવેલા મહેમાનોને તાપી જિલ્લાના ઈકો ટુરીઝમ પદમ ડુંગરીમાં(Eco Tourism Padam Dungri) ઉત્પાદિત પર્યાવરણને અનુકૂળ આયુર્વેદિક પાણીની કાચની બોટલ આપવામાં આવી હતી. ખર્ચ માત્ર દસ રૂપિયા છે. બીજી તરફ અન્ય રાજ્યોમાંથી આવેલા મહેમાનોને અલગ-અલગ મિનરલ વોટરની કાચની બોટલ(Glass water bottles) આપવામાં આવી હતી. 700 mlની બોટલની કિંમત 385 રૂપિયા છે.

આ પણ વાંચો:Smart City Summit in Surat : પ્રથમ વખત સુરતમાં રાષ્ટ્રીય સમિટનું આયોજન, ગૃહપ્રધાન અમિત શાહ રહેશે ઉપસ્થિત

એક પ્રોગ્રામમાં બે અલગ-અલગ પ્રકારની કાચની પાણીની બોટલો - સુરતમાં તાજેતરમાં ત્રણ દિવસીય સ્માર્ટ સિટી અર્બનાઇઝેશન સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. અનેક રાજ્યો અને વિસ્તારોના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. આ સમિટે પ્લાસ્ટિકની બોટલમાં પાણી વહેચવાને બદલે કાચની બોટલોમાં પાણી આપ્યું. જોકે, એ જ કાર્યક્રમમાં, કાચની પાણીની બે પ્રકારની બોટલો મળી આવી હતી.

આ પણ વાંચો:વનવિભાગ દ્વારા પદમડુંગરી ઈકો ટુરીઝમ સાઈટને સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી ઝોન બનાવવાની કવાયત હાથ ધરાઈ

એક બોટલની કિંમત દસ રુપિયા, જ્યારે બીજી બોટલની કિંમત રુપિયા 385 -જેમાં એક ઈકો ટુરિઝમ પદમ ડુંગરી ખાતે તૈયાર થયેલ પાણીની બોટલ હતી ,તો બીજી આવા કંપનીની મિનરલ પાણીની બોટલ(company mineral water bottle) હતી. આ બંને ની કિંમતોમાં જમીન આસમાન નો ફરક જોવા મળ્યો હતો. એક બોટલની કિંમત 10 તો બીજી બોટલની કિંમત 385 રૂપિયા જોવા મળી હતી. 385 રૂપિયાની પાણીની 700 ML બોટલ ત્યાં આવેલા મહેમાનોને આપવામાં આવી હતી. જયારે સમગ્ર કાર્યક્રમ માં 10 રૂપિયા ની બોટલ જોવા મળી હતી.

ABOUT THE AUTHOR

...view details