સુરત:સરસાણા કન્વેન્શન સેન્ટરમાં આયોજિત 'સ્માર્ટ સિટીઝ, સ્માર્ટ અર્બનાઈઝેશન' ઈવેન્ટમાં સુરતને પાંચ એવોર્ડ(Smart cities got awards 2022 ) મળ્યા છે. આ સાથે ઓવર ઑલ સિટી એવોર્ડ તરીકે સમગ્ર ભારતમાં સુરત અને ઈન્દોરની પસંદગી કરવામાં આવી છે. 'સ્માર્ટ સિટીઝ, સ્માર્ટ અર્બનાઈઝેશન'માં પ્રથમ દિવસે એવોર્ડ સેરેમની યોજાઈ હતી. જેમાં સુરતને પાંચ એવોર્ડ મળ્યા છે. બીલ્ટ એન્વાયરમેન્ટમાં સુરત બીજા ક્રમે, અર્બન મોબેલીટીમાં(urban mobility surat award) બીજા ક્રમે, પાણીની વ્યવસ્થાને લઈને ત્રીજા ક્રમે સેનિટાઇઝેશન કેટેગરીમાં ત્રીજા ક્રમે સુરત છે. જ્યારે પાંચમો એવોર્ડ સુરત અને ઇન્દોરને મળ્યા છે.
સરસાણા કન્વેન્શન સેન્ટરમાં આયોજિત 'સ્માર્ટ સિટીઝ, સ્માર્ટ અર્બનાઈઝેશન' ઈવેન્ટમાં સુરતને પાંચ એવોર્ડ મળ્યા છે. આ પણ વાંચો:અમદાવાદ શહેરને સ્માર્ટ સિટી રેન્કિંગમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયો
પેટ્રોલિયમ અને નેચરલ ગેસ પ્રધાને ત્રિદિવસીય નેશનલ સમીટનો પ્રારંભ કર્યો -રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકાના યજમાનપદે 18, 19 અને 20 એપ્રિલ 2022 દરમિયાન સુરતના આંગણે સરસાણા ઈન્ટરનેશનલ એક્ઝિબીશન એન્ડ કન્વેન્શન સેન્ટરમાં સ્માર્ટ સિટીઝ મિશન, મિનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ (MoHUA) દ્વારા આયોજિત 'સ્માર્ટ સિટીઝ, સ્માર્ટ અર્બનાઈઝેશન' ત્રિદિવસીય નેશનલ સમીટનો કેન્દ્રીય હાઉસિંગ અને શહેરી બાબતો, પેટ્રોલિયમ અને નેચરલ ગેસ પ્રધાને હરદિપસિંહ પૂરીએ પ્રારંભ કર્યો હતો.
'સ્માર્ટ સિટીઝ, સ્માર્ટ અર્બનાઈઝેશન'માં પ્રથમ દિવસે એવોર્ડ સેરેમની કરાઇ હતી. આ પણ વાંચો:Smart City Surat: સુરતમાં યોજાશે 'સ્માર્ટ સિટીઝ, સ્માર્ટ અર્બનાઈઝેશન કોન્ફરન્સ', 5 થીમ પર ઓપન હાઉસ ડિસ્કશન અને 51 એવોર્ડ એનાયત કરાશે
એવોડ મેળવનાર સ્માર્ટ સિટિઝ:
- ગર્વનન્સ પ્રોજેક્ટ પ્રથમ ક્રમે વડોદરા, બીજા ક્રમે થાણે, ત્રીજા ક્રમે ભુવનેશ્વર
- સ્થાયી આવાસોના વિકાસ માટેની કેટેગરીમાં પ્રથમ ક્રમે છપ્પન દુકાન માટે ઈન્દોર, બીજા ક્રમે સુરત શહેરને કેનાલ કોરીડોર માટે તથા માઈક્રો કોમ્યુનિકેશન માટે ઈરોડ શહેર (તામિલનાડુ)ને ત્રીજા ક્રમે એવોર્ડ પ્રાપ્ત થયો હતો.
- સોશિયલ આસ્પેકટ માટે પ્રથમ ક્રમે તિરૂપતિ(હેલ્થ બેંચમાર્ક ઓફ મ્યુનિ.સ્કુલ), બીજા ક્રમે ભુવનેશ્વર (સોશ્યલી સ્માર્ટ ભુવનેશ્વર), ત્રીજા ક્રમે તુમાકુરૂને ડિજીટલ લાઈબ્રેરી સોલ્યુશન (Digital Library Solution) એવોર્ડ પ્રાપ્ત થયો હતો.
- કલ્ચર કેટેગરીમાં પ્રથમ ક્રમે ઈન્દોર, બીજા ક્રમે ચંદીગઢ, ત્રીજા ક્રમે ગ્વાલિયર
- ઈકોનોમી કેટેગરી માટે પ્રથમ ક્રમે કાર્બન ક્રેડીટ માટે ઈન્દોર, બીજા ક્રમે તિરૂપતી તથા આગ્રાને ત્રીજા ક્રમે એવોર્ડ મળ્યો હતો.
- અર્બન એન્વાયર્નમેન્ટ માટે ક્લીન એનર્જી માટે ભોપાલ પ્રથમ ક્રમે, રિસ્ટોરેશન ઓફ વોટર બોડીઝ માટે ચેન્નઈને બીજો ક્રમ તથા રિન્યુએબલ એનર્જી કન્ઝર્વેશન માટે તિરૂપતીને ત્રીજા ક્રમનો એવોર્ડ મળ્યો હતો.
- અર્બન મોબિલીટી માટે પ્રથમ ઔરંગાબાદ(માઝી સ્માર્ટ બસ), બીજા ક્રમે સુરત (ડાયનામિક શિડ્યુલિંગ ઓફ બસીસ) અને ત્રીજા ક્રમે અમદાવાદ (ઓટોમેટેડ પાર્કિંગ સિસ્ટમ)
- વોટર માટે દહેરાદુન (સ્માર્ટ વોટર સર્વિસ) માટે પ્રથમ ક્રમ, વારાણસી (ઈકો રિસ્ટોરેશન ઓફ અસ્સી રિવર) ને બીજો તથા સુરત (ઈન્ટીગ્રૅટેડ એન્ડ સસ્ટેનેબલ વોટર સપ્લાય સિસ્ટમ)ને ત્રીજો ક્રમે એવોર્ડ મળ્યો હતો.
- સેનિટાઈઝેશન માટે તિરૂપતીને પ્રથમ, ઈન્દોરને બીજો તથા સુરતને ત્રીજા ક્રમે એવોર્ડ મળ્યો હતો.
- ICCC- ઈન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર માટે અગરતલાને એવોર્ડ મળ્યો હતો.
- સ્માર્ટ સિટી લીડરશીપ(Smart City Leadership) એવોર્ડ તરીકે ઓર્ડિનરી માટે પ્રથમ ક્રમે અમદાવાદ, બીજા ક્રમે વારાણસી તથા રાંચીને ત્રીજા ક્રમે પસંદગી થઈ હતી.
- કોવિડ ઈનોવેશન એવોર્ડ માટે સંયુકત રીતે ટવીન સિટી એવા કલ્યાણ-ડોમ્બીવલીને તથા વારાણસીને મળ્યો હતો.
- ઈનોવેટીવ આઈડીયા એવોર્ડ ઈન્દોરને કાર્બન ક્રેડીટ ફાયનાન્સિંગ મિકેનિઝમ માટે એવોર્ડ પ્રાપ્ત થયો હતો.
- ઓવર ઑલ સિટી એવોર્ડ તરીકે સમગ્ર ભારતમાં સુરત અને ઈન્દોરની પસંદગી કરવામાં આવી હતી.
- સ્ટેટ/યુનિયન ટેરિટરી એવોર્ડ તરીકે ચંદીગઢને એવોર્ડ
- સ્ટેટ એવોર્ડ તરીકે પ્રથમ ક્રમે ઉત્તરપ્રદેશ, બીજા ક્રમે મધ્યપ્રદેશ તથા તામિલનાડુને ત્રીજો ક્રમ પ્રાપ્ત થયો હતો.