- આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણીનું નિવેદન
- ભાજપના કેટલાક ધારાસભ્યો આમ આદમી પાર્ટીના સંપર્કમાં છે - પ્રવક્તા
- પ્રેરાઇને તેમજ આકર્ષાઈને ભાજપ, કોંગ્રેસના નેતાઓ અને ધારાસભ્યોના ફોન આવ્યા
સુરત : આવનારા દિવસોમાં ગુજરાતના રાજકારણમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તાએ દાવો કર્યો છે કે, ભાજપના કેટલાક ધારાસભ્યો આમ આદમી પાર્ટીના સંપર્કમાં છે અને ચૂંટણી પહેલા તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે.
ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો અમારા સંપર્કમાં, ટૂંક સમયમાં જોડાશે AAPમાં: યોગેશ જાદવાણી કોંગ્રેસ અને ભાજપના નેતાઓ સામેથી સંપર્ક કરી રહ્યા છે
AAPના પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણીએ જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ જે કામો કર્યા છે. તેનાંથી પ્રેરાઈને વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા અથવા તો આંદોલન સાથે સંકળાયેલા લોકો અને શિક્ષિત વર્ગના નિષ્ણાતો પણ આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે. આ તમામ લોકો રાજકીય પ્લેટફોર્મ માટે આમ આદમી પાર્ટીની પસંદગી કરી છે. આમ આદમી પાર્ટીની જનસંવેદના યાત્રાથી લોકો જોડાઇ રહ્યા છે. જેનું બીજુ ચરણ શરૂ થશે. જન સંવેદના યાત્રામાં લોકો ભાગ લઈ રહ્યા છે. જેનાથી એક વાતાવરણ બની રહ્યું છે. તેનાથી પ્રેરાઇ અને આકર્ષાઈને ભાજપ અને કોંગ્રેસના સારા નેતાઓ અને ધારાસભ્ય સામેથી ફોન આવ્યા છે.
સીટીંગ ધારાસભ્ય ટૂંક સમયમાં આપ સાથે જોડાશે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ અને કોંગ્રેસના નેતાઓ અને ધારાસભ્યએ અમને જણાવ્યું છે કે, અમે વિચારી રહ્યા છે કે અમારી પાર્ટી જે રીતે મૂંઝવી રહી છે, જૂથવાદ થઈ રહ્યો છે, મેનેજમેન્ટ અને સંકલન વગરનું જે કામ ચાલી રહ્યું છે. તેનાથી અમે ઘૂંટાઈ રહ્યા છે. જેથી અમને લાગી રહ્યું છે કે, જો લોકો માટે સારા કામ કરવા હોય તો આમ આદમી પાર્ટીમાં આવવું પડશે. આવા ભાજપ અને કોંગ્રેસના ઘણા બધા નેતાઓ આમ આદમી પાર્ટીના નેતાઓના સંપર્કમાં છે. વર્તમાન ધારાસભ્ય પણ અમારા સંપર્કમાં છે. આવનારા 6 મહિનામાં વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ પસંદગી આમ આદમી પાર્ટી બનશે.