- સુરતના સિદ્ધાર્થ દોષીએ લેહ થી કન્યા કુમારીની ટ્રીપ કરી
- સમગ્ર ભારતમાં 3 અને ગુજરાતમાં 1 ક્રમાંક મેળવ્યો
- 73 કલાકમાં સફર પૂરૂ કર્યું
સુરત: પાલ ખાતે રહેતા સિદ્ધાર્થ દોશીએ દેશમાં પ્રથમ વખત મોટરસ્પોર્ટ ડ્રાઇવમાં ભાગ લીધો હતો એમાં દેશના આ છેડે થી બીજે છેડે સુધી એટલેકે લેહ થી કન્યાકુમારી સુધીની મોટરસ્પોર્ટ ડ્રાંઇવ કરવાની હતી. આ મોટરસ્પોર્ટ ડ્રાઇવને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દ્વારા વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા ફ્લેગ ઑફ કરી આ મોટરસ્પોર્ટ ડ્રાંઇવની શરૂઆત કરવામાં આવી હતી. તેમા સુરતનો સિદ્ધાર્થ દોશીએ નોન સ્ટોપ 73 કલાકમાં 3889 કિલોમીટરનું અંતર કાપી આ મોટરસ્પોર્ટ ડ્રાંઇવમાં ત્રીજા કર્મે આવ્યો હતો.
5 જગ્યાઓ ઉપર નાનકડો વિરામ પણ લીધો હતો
દેશમાં પ્રથમ વખત મોટરસ્પોર્ટ ડ્રાઇવમાં સુરતના સિદ્ધાર્થ દોશીએ ભાગ લઇ 73 કલાકમાં 3889 કિલોમીટરનું અંતર કાપી આ મોટરસ્પોર્ટ ડ્રાઇવમાં ત્રીજા કર્મે આવ્યો હતો. તેને આ ડ્રાંઇવમાં લેહ થી કન્યાકુમારી સુધી કુલ 5 નાનકડો સ્ટોપ પણ લીધો હતો. ઝાંસી,ચંદીગઢ,નાગપુર,હૈદરાબાદ અને બેગલુરુ ખાતે નાનકડો વિરામ લીધો હતો.
સિદ્ધાર્થ દોશી ઘરે પોંહચતા જ તેમનું ઢોલ નગરા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
સુરતનો સિદ્ધાર્થ દોશીએ નોન સ્ટોપ 73 કલાકમાં 3889 કિલોમીટરનું અંતર કાપી આ મોટરસ્પોર્ટ ડ્રાઇવમાં ત્રીજા કર્મે આવ્યો હતો.જયારે એ પોતાના ઘરે પોહ્ચ્યો ત્યારે તેનું પરિવાર દ્વારા ઢોલ નાગરાઓ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.તે સમય દરમિયાન શહેરના ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર નીરવ શાહ પણ તેમનું સ્વાગત કરવા માટે પોહ્ચ્યા હતા.તથા સિદ્ધાર્થદોશીએ પણ પોહ્ચતાની સાથે પરિવારના વડીલોના આશીર્વાદ લીધા હતા.
સુરતના સિદ્ધાર્થ દોશીએ 73 કલાકમાં 3,889 કિલોમીટરનું અંતર કાપ્યું આ પણ વાંચો :જાણો મુઘલ બાદશાહ બહાદુર શાહ ઝફર વિશે જેમણે 82 વર્ષે અંગ્રેજો સામે બળવો પોકાર્યો
73 કલાકમાં ટ્રીપ પૂરી કરી
સિદ્ધાર્થ જણાવે છે કે, એમે લોકોએ લોકોને જગૃત કરવા માટે એક ડ્રાઇવમાં ભાગ લીધો હતો. આ ડીમ ડ્રાઇવ બિગ બોસ સ્પોર્ટ્સ લિંક તરફથી યોજવામાં આવી હતી.જેના ઓનર છે.મેહુલ પીઠાવાલા, શીતલ પીઠાવાલા અને આ અમને 29 ઓગસ્ટના રોજ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી સરે ફ્લેગ ઑફ આપ્યો હતો. લેહ ટુ કન્યાકુમારી જે આ ઇન્ડિયાની અંદર ફર્સ્ટ ટુર થઇ છે.આ ટુર હજી સુધી કોઈએ કરી નથી અને થઇ પણ નથી. અમે અહીંયા થી લેહ ગયા લેહ થી કન્યાકુમારી તો 73 કલાકમાં પુરી કરવાની હતી.અમે લોકો 73 કલાકમાં પુરી કરી હતી".
ગુજરાતમાં 3 નંબર
સિદ્ધાર્થ આગળ જણાવે છે કે," અમારું પહેલું સ્ટોપ ચંદીગઢ, બીજું ઝાંસી, ત્રીજું નાગપુર, ચોથું સ્ટોપ હૈદરાબાદ અને પાંચમું સ્ટોપ બેગલુરુ હતું.પછી અમે કન્યાકુમારી પોહ્ચ્યા હતા.ત્યાં અમે લોકોએ બે દિવસ રેસ્ટ કર્યો પછી અમને એવોડ એનાયત કરવામાં આવ્યો.અને એની અંદર મારો ગુજરાતની અંદર પેહલો નંબર અને ઇન્ડિયાની અંદર ત્રીજો નંબર આવ્યો છે. મને સર્ટિફિકેટ આપવામાં આવ્યુ છે.ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ, એશિયા બુક ઑફ રેકોર્ડ, નેપાળ બુક ઓફ રેકોર્ડ અને ગુજરાત બુક ઓફ રેકોર્ડ મારુ નામ લેવાનું છે".
આ પણ વાંચો : Happy Birthday Prachi Desai: બોલિવૂડ અભિનેત્રિ પ્રાચી દેશાઇનો આજે જન્મદિલસ
લેહ ટુ ઝીસ્પા ટુ મનાલી ટુ જે લેહનો રસ્તો ડેન્જર છે આપણું ઓક્સિજન ઘટી જાય છે
સિદ્ઘાર્થ જણાવે છે કે," અમને ખૂબ અગવડતા પડી હતી. લેહ ટુ ઝીસ્પા ટુ મનાલી ટુ જે લેહનો રસ્તો ખૂબ ડેન્જર છે. આપણું ઓક્સિજન ઘટી જાય છે.રસ્તે સામે ગાડી આવે તો ગાડી નીચે ઉતારી દેવી પડે છે.અમને કેટલાક લોકોએ કીધું ભાઈ તમે ના જાવ પણ અમે લોકોએ જોખમ ખેડીને મારી જૅગ્વારડ સેડાન કારમાં ગયા હતા. મને જૅગ્વારડ કંપની તરફથી પણ સારો સપોર્ટ મળ્યો હતો. સુરતના ડેપ્યુટી મેયર નીરવભાઈનો મને સપોર્ટ હતો. .અમારી અંદર ટોટલ 7 ટિમ હતી.એમાંથી બે ટિમ રદ થઇ હતી. ટોટલ પાંચ ટિમ હતી.કોઈ કારમાં ચાર જણા હતા કોઈ કારમાં ત્રણ જણા અને મારી કારમાં બે જણા હતા એક હું હતો અને એક મારો સેફ્ટ ડરાઇવર હતો".