ગુજરાત

gujarat

ETV Bharat / city

અનોખી ભક્તિ આ ગામે 183 વર્ષથી ચાલતી પરંપરા ટકાવી રાખી - શ્રાવણમાં મહાદેવની પૂજા

સુરત જિલ્લાના એક ગામના લોકોએ શ્રાવણ મહિનામાં મહાદેવને લઈને 183 વર્ષથી ચાલતી પરંપરા ટકાવી રાખી છે. ત્યારે આ વર્ષે ઔદિચ્ય બ્રાહ્મણ સમાજ દ્વારા સપ્તાહનું આયોજન કરાયું રહ્યું છે. shravan mahina 2022 Mahadev in Shravan Worship, mahadev shravan month

આ ગામે શ્રાવણ માસમાં મહાદેવની ભક્તિને લઈને 183 વર્ષથી ચાલતી પરંપરા ટકાવી રાખી
આ ગામે શ્રાવણ માસમાં મહાદેવની ભક્તિને લઈને 183 વર્ષથી ચાલતી પરંપરા ટકાવી રાખી

By

Published : Aug 23, 2022, 2:55 PM IST

સુરત દેવોના દેવ મહાદેવનો શ્રાવણ માસ હાલ અંતિમ (shravan 2022) ચરણમાં ચાલી રહ્યો છે. જેને લઈને સુરત જિલ્લામાં કેટલાક શિવાલયો પર ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે. મંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી રહ્યા છે, ત્યારે બારડોલી તાલુકાના ખલી ગામે ઔદિચ્ય બ્રાહ્મણો દ્વારા છેલ્લા (Mahadev in Shravan Worship) 183 વર્ષથી ચાલતી પરંપરા ટકાવી રાખી છે. ઔદિચ્ય બ્રાહ્મણ સમાજ દ્વારા સપ્તાહનું આયોજન કરાયું રહ્યું છે. 183 વર્ષથી બ્રાહ્મણ ખડેપગે શિવના સ્મરણ સપ્તાહ ચાલે છે.

આ પણ વાંચોવલભીનગરમાં આવેલા શિવલિંગોના ઇતિહાસ વિશે જાણો

વડવાઓ એ શરૂ કરેલી સ્થાપના ઔદિચ્ય બ્રાહ્મણ સમાજ દ્વારા શ્રાવણ વદ આઠમથી અમાસ સુધી આ સપ્તાહ ચાલે છે. જેમાં ઔદિચ્યા બ્રાહ્મણો તેમજ આસપાસ ગામના બ્રાહ્મણો જોડાય છે. તેમજ બારડોલીના રામજી મંદિરેથી નીકળી કેદારેશ્વર મંદિરે જઈને શિવજીનું સ્મરણ કરે છે. ઉલ્લેખનીય છે કે, વડવાઓ એ શરૂ કરેલી સ્થાપનાને આજે 183મું વર્ષ ચાલે છે, ત્યારે વડીલ બ્રાહ્મણોની પરંપરાને જાળવી રાખવાનો અનોખો પ્રયાસ કરાયો હતો.

આ પણ વાંચોમહાદેવના ચરણોમાં શ્રાવણ માસના અંતિમ સોમવારે ઉમટ્યું શિવભક્તોનું ઘોડાપુર

ભજન કિર્તનનો માહોલ ઔદિચ્ય બ્રાહ્મણ પંકજ જોષીએ જણાવ્યું હતું કે, 183 વર્ષથી આ સપ્તાહ અખંડ ચાલે છે. 183 વર્ષથી બ્રાહ્મણ ખડેપગે શિવના સ્મરણ સપ્તાહ ચાલે છે. ઉલ્લેખનીય છે કે, મહાદેવનો અતિ પ્રિય મહિનો શ્રાવણ માસ છે. આ મહિનામાં શિવ ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે. ત્યારે ખાસ કરીને ગુજરાતમાં મોટા નગરોથી લઈને પંખીના માળા જેવડા છેવાડાના ગામડાઓમાં પણ શિવાલયોમાં ભજન કિર્તનનો માહોલ જોવા મળતો હોય છે. ત્યારે સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં ઔદિચ્ય બ્રાહ્મણ સમાજ દ્વારા છેલ્લા 183 વર્ષથી ચાલતી પરંપરા ટકાવી રાખી છે. SEVA SAPTAH 2022 shravan 2022 shravan mahina 2022 Mahadev in Shravan Worship, mahadev shravan month shiv puran

ABOUT THE AUTHOR

...view details