ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં દિવાળીના તહેવારમાં વરસાદનું વિઘ્ન, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા - rain news in surat

સુરત: અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદે બઘડાટી બોલાવી છે. સાંજના પાંચ વાગ્યા બાદ સુરત શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને મેઘરાજાની સવારી જોર શોરથી આવી પહોચી હતી.

short lived rain in surat

By

Published : Oct 27, 2019, 8:07 PM IST

દિવાળીના તહેવાર સમયે જ મેઘરાજા વિઘ્નદાતા બની વરસતા સુરતીલાલાઓની દિવાળી બગડી છે. એટલું જ નહીં પરંતુ, કમોસમી વરસાદને કારણે સુરતના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયું હતું. જેને લઇને લોકોને હાલાકી વેઠવી પડી હતી. પરિવાર સાથે ખરીદી કરવા નીકળેલા લોકો ભારે વરસાદના કારણે અટવાયા હતાં. જ્યાં કેટલાક વાહનો બંધ પડતા ચાલકોને પણ મુશકેલી વેઠવાનો વારો આવ્યો હતો.

નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

દિવાળીનો તહેવાર છે, ત્યારે સુરતમાં મેઘરાજા વિઘ્ન બન્યા છે. કાળા ડિબાંગ વાદળો વચ્ચે સુરતમાં કમોસમી વરસાદની શરૂઆત થતા ખેડૂતોને પાકના નુકશાનની ભીતિ સેવાઇ રહી છે. બીજી તરફ દિવાળીના તહેવારની ઉજવણી કરવા આતુર બનેલા સુરતીલાલાઓનાં ઉત્સાહ પર પાણી ફરી વળ્યું છે. દિવાળીનો તહેવાર હોવાથી સૌ કોઈ લોકો ફટાકડા ફોડી આ પર્વની ઉજવણી કરવાના ઓરતા સેવી રહ્યા હતાં. પરંતુ, સુરતમાં મેઘરાજા વિઘ્નદાતા બન્યા હતાં. સુરતના બજારમાં ખરીદી માટે નીકળેલા લોકોએ વરસાદના અચાનક આગમન બાદ ભીંજાવાનો વારો આવ્યો હતો. અરબી સમુદ્રમાં સર્જાયેલા લો - પ્રેસરના કારણે નવી સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવતા સુરતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદની ધુઆધાર ઇનિંગના પગલે ખરીદી માટે નીકળેલા લોકોએ રીતસર હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details