સુરત: તક્ષશિલા અને રઘુવીર માર્કેટમાં આગ લાગ્યા બાદ ફાયર વિભાગ હરકતમાં આવી છે. મંગળવારે વહેલી સવારે રીંગરોડ વિસ્તારમાં ફાયર સેફ્ટીના સાધનો અંગે ચકાસણી હાથ ધરાઈ હતી. સુરત ફાયર વિભાગે એક શોપિંગ મોલ સહિત ટેક્સટાઇલ માર્કેટ અને સિટી સેન્ટર કોમ્પલેક્ષને સીલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સુરત ફાયર વિભાગ ટીમ જાગી, ફાયર સેફ્ટીના સાધનો વગરની દુકાનો-કોમપ્લેક્ષ સીલ - Shops without fire safety equipment were sealed
સુરત ફાયર વિભાગ દ્વારા શોપિંગ મોલ સહિત ટેક્સટાઇલ માર્કેટ અને સિટી સેન્ટર કોમ્પલેક્ષમાં ફાયર સેફ્ટીના સાધનો અંગે ચકાસણી કરવામાં આવી હતી. આ દરમિયાન અનેક દુકાનોને સીલ કરવામાં આવી છે.
surat
ફાયર સેફ્ટીના અભાવના કારણે રિંગ રોડ વિસ્તારમાં આવેલી કમલા ટેકસ્ટાઈલ્સ માર્કેટને ફાયર વિભાગ દ્વારા સીલ કરાઈ છે. માર્કેટમાં આવેલી 70 જેટલી દુકાનોમાં સીલ મારવામાં આવ્યાં હતાં. જ્યારે દિલ્લીગેટ વિસ્તારમાં આવેલી અમિત ફેશન નામની મોલ શોપને સીલ કરવામાં આવી છે.
અવાર નવાર નોટીસ આપવા છતાં ફાયર સેફટીની સુવિધા ઉભી કરવામાં ઉદાસીન વલણન કારણે ફાયર વિભાગે કાર્યવાહી કરી છે. જ્યારે વરાછા વિસ્તારમાં પણ ફાયર વિભાગે સપાટો બોલાવ્યો હતો. યોગી ચોક ખાતે આવેલ સીટી સેન્ટરની કુલ 122 દુકાનોને સીલ કરવામાં આવી છે.