- ફાયર વિભાગ દ્વારા ત્રણ દિવસથી દુકાનો કરવામાં આવી રહી છે સીલ
- રત્ન સાગર કોમ્પ્લેક્સમાં 100થી વધુ દુકાનો કરાઈ સીલ
- ફાયરની અપૂર્તિ સુવિધાને કારણે દુકાનોને સીલ કરવામાં આવી
સુરતઃ શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી ફાયર વિભાગ દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં ફાયરની અપૂર્તિ સુવિધાને લીધે દુકાનોને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આજે મંગળવારે શહેરના વરાછા વિસ્તારમાં આવેલી રત્ન સાગર કોમ્પ્લેક્સમાં ફાયરની અપૂરતા સાધનો હોવાથી 100થી વધુ દુકાનોને સીલ કરાઈ છે.
સુરતમાં ફાયર વિભાગ દ્વારા 100થી વધુ દુકાનો સીલ કરાઈ આ પણ વાંચોઃ પાલનપુર નગરપાલિકા દ્વારા 3 દુકાનો સીલ કરાતાં બાકીદારોમાં ફફડાટ
રત્ન સાગર કોમ્પ્લેક્સને ત્રણ વાર નોટિસ ફટકારાઈ હતી
વરાછા ફાયર સ્ટેશનના ફાયર ઓફિસર જગધીશ પટેલે જણાવ્યું કે, શહેરના વરાછા વિસ્તારમાં આવેલા રત્ન સાગર કોમ્પ્લેક્સને ત્રણ વાર નોટિસ આપવામાં આવી હતી, તેમજ આ પેહલા સીલ પણ કરવામાં આવ્યું હતું, તેમ છતાં તેં કોમ્પ્લેક્સ દ્વારા ફાયરને લઈને કોઈ પણ કામગીરી કરવામાં આવી ન હતી.
રત્ન સાગર કોમ્પ્લેક્સને ત્રણ વાર નોટિસ ફટકારાઈ હતી આ પણ વાંચોઃ સુરતમાં સેફટીની અપૂરતી સુવિધાના પગલે બેન્ક સહીતની દુકાનો સીલ કરાઇ
ફાયર વિભાગે કર્યું હતું સરપ્રાઈઝ ચેકીંગ
તેઓએ વધુમાં જણાવ્યું કે, ગુરુવારે સુરત ફાયર વિભાગની સરપ્રાઈઝ ચેકીંગ દરમિયાન આ રત્ન સાગર કોમ્પ્લેક્સમાં ફાયર સેફટીની અપૂર્તિ સુવિધા જોવા મળતા આજે મંગળવારે 100થી વધુ દુકાનો સીલ કરાઈ છે અને જ્યાં સુધી પૂરતા પ્રમાણમાં ફાયરના સાધનો નઈ વસાવે ત્યાં સુધી સીલ ખોલવામાં આવશે નહી.
સુરતમાં ફાયર વિભાગ દ્વારા 100થી વધુ દુકાનો સીલ કરાઈ