ગુજરાત

gujarat

ETV Bharat / city

નેશનલ હાઇવે પર કાર બેકાબૂ બનતા દુકાનદાર અને મોટર સાઇકલ ચાલકને અડફેટે લઈ ઝાડ સાથે અથડાઇ, દુકાનદારનુ મોત - bardoli news

બારડોલી પલસાણા નેશનલ હાઇવે નંબર 53 પર કણાવ ગામના પાટિયા નજીક બેકાબૂ કારે હાઈવેની બાજુમાં આવેલી દુકાનની બહાર બેઠેલા દુકાનદાર અને એક મોટર સાયકલ ચાલકને અડફેટમાં લીધા બાદ કાર પાર્ક કરેલી વાનને ટક્કર મારી એક વૃક્ષ સાથે ધડાકાભેર અથડાઇ હતી. આ ઘટનામાં દુકાનદારનું ગંભીર ઇજા થવાથી મોત નીપજ્યું હતું. જ્યારે મોટર સાયકલ ચાલકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

નેશનલ હાઇવે પર કાર બેકાબૂ બનતા દુકાનદાર અને મોટર સાઇકલ ચાલકને અડફેટે લઈ ઝાડ સાથે અથડાઇ
નેશનલ હાઇવે પર કાર બેકાબૂ બનતા દુકાનદાર અને મોટર સાઇકલ ચાલકને અડફેટે લઈ ઝાડ સાથે અથડાઇ

By

Published : Jun 1, 2021, 2:27 PM IST

  • મોટર સાયકલ ચાલકની હાલત ગંભીર
  • બાઇક અને વાનને અડફેટમાં લીધા બાદ વૃક્ષ સાથે ટકરાઈ
  • કાર ચાલક અકસ્માત કરી નાસી છૂટ્યો

સુરતઃ બારડોલીથી પલસાણા તરફ જતી હ્યુન્ડાઇ આઈ ટ્વેન્ટીના કાર ચાલકે નેશનલ હાઇવે નં53 પર કણાવ ગામના પાટિયા નજીક સ્ટિયરિંગ પર કાબુ ગુમાવી દીધો હતો. કાર રોડની બાજુમાં ઉતારી બીરિયાનીની દુકાનની બહાર બેઠેલા દુકાનદાર સહિત અન્ય એક મોટરસાઇકલ ચાલકને અડફેટે લઈ રોડની સાઈડે પાર્ક કરેલી વાન સાથે અથડાઇ ઝાડ સાથે ધડાકાભેર ટકરાઈ હતી. આ અકસ્માતમાં દુકાનદારનું મોત થયું હતું.

નેશનલ હાઇવે પર બેકાબૂ બની કાર

આ પણ વાંચોઃમહેસાણામાં બેકાબૂ કારે બે રીક્ષા અને એક મહિલાને અડફેટમાં લીધી, કાર ચાલકની ધોલાઈ

બારડોલી તરફથી આવી રહી હતી કાર

સોમવારે બપોરના 12:30 વાગ્યાના અરસામાં નેશનલ હાઇવે નં53 પર બારડોલી તરફથી પુરઝડપે પલસાણા તરફ જતી લાલરંગની હ્યુડાઈ I20 GJ05RG8173ના ચાલકે કણાવ ગામના પાટિયા પાસે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી કારને હાઈવેની બાજુમાં ઉતરી ગઇ હતી.

નેશનલ હાઇવે પર બેકાબૂ બની કાર

દુકાનની બાજુમાં આવેલા ગોરસ આમલીના ઝાડ સાથે અથડાઇ

કાર હાઈવેની બાજુમાં ઉતારી બીરિયાનીની દુકાન ચલાવતા અબુઝર અસલમ મલેક તેમજ દુકાનની બહાર મોટરસાઇકલ GJ19BC4880 લઈ ઉભેલા અનિલ અરવિંદભાઈ રાઠોડને અડફેટમાં લીધા હતાં. ત્યારબાદ કાર દુકાનદારને વાન GJ05CL2407 ટકરાઈ દુકાનની બાજુમાં આવેલા ગોરસ આમલીના ઝાડ સાથે અથડાઇ હતી.

નેશનલ હાઇવે પર બેકાબૂ બની કાર

આ પણ વાંચોઃરાજકોટમાં બેકાબૂ કાર 5 જેટલા વાહનો સાથે અથડાઇ, ઘટના CCTVમાં કેદ

ઇજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવાયા, દુકાનદારનું મોત

અકસ્માતમાં દુકાનદાર અબુઝર અસલ્મ મલેક અને અનીલ રાઠોડ કાર નીચે દબાઇ ગયા હતા અને વાન પલટી ગઈ હતી. અકસ્માત સર્જનાર કાર ચાલક ભાગી છૂટ્યો હતો. સ્થાનિકોએ બન્નેને બહાર કાઢી 108 મારફતે નવસારીની યસફિન હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડ્યા હતા.

નેશનલ હાઇવે પર બેકાબૂ બની કાર

કારચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી

દુકાનદાર અબુઝર અસલમ મલેકનું મોત નીપજ્યું હતું. જ્યારે અનિલ રાઠોડની પરિસ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત અંગે અબુઝર મલેકના પડોશી ગુલામ મલેકે પલસાણા પોલીસ મથકમાં કારચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details